05 July, 2025 06:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણ
રણબીર કપૂર અને યશ અભિનીત ‘રામાયણ’નો ફર્સ્ટ લુક લૉન્ચ થયો છે ત્યારે રિપોર્ટ છે કે ‘KGF’ ફેમ પ્રશાંત નીલ હવે રાવણના પુનર્જન્મ પરની સ્ટોરી ધરાવતી ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની જોડી જોવા મળશે. તેઓ ‘રાવણમ’ નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે જે રાવણના પુનર્જન્મની કથા હશે. એવું કહેવાય છે કે ફિલ્મની વાર્તામાં એક પૅરૅલલ યુનિવર્સ હશે, જેમાં રાવણનો પુનર્જન્મ એક ખૂંખાર અંડરવર્લ્ડ ગૅન્ગસ્ટર તરીકે થશે. એવું કહેવાય છે કે ફિલ્મમાં કુલ પાંચ અલગ-અલગ અભિનેત્રીઓ હશે; જેમાં જાહ્નવી કપૂર અને મૃણાલ ઠાકુરનાં નામ પણ ચર્ચામાં છે. જોકે આ હજી માત્ર ચર્ચા છે, કારણ કે નિર્માતાઓએ આવી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.
મુન્ની ચમકશે ટૉલીવુડની ફિલ્મમાં
સલમાન ખાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં મુન્નીનું પાત્ર ભજવનારી હર્ષાલી મલ્હોત્રા તેલુગુ ફિલ્મ ‘અખંડ 2 : તાંડવમ’માં જોવા મળશે. આ ફિલ્મ ૨૦૨૧માં આવેલી ‘અખંડ’ની સીક્વલ છે. ૧૭ વર્ષની હર્ષાલીની આ ફિલ્મ ૨૫ સપ્ટેમ્બરે
રિલીઝ થશે.