પ્રકાશ રાજની દૃશ્યમ 3માં એન્ટ્રી

11 February, 2026 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટરે સ્પષ્ટતા કરી છે કે તે આ ફિલ્મમાં અક્ષય ખન્નાનું રિપ્લેસમેન્ટ નથી

પ્રકાશ રાજ

નૅશનલ અવૉર્ડ વિજેતા પ્રકાશ રાજને અજય દેવગનની આગામી ફિલ્મ ‘દૃશ્યમ 3’માં મહત્ત્વની ભૂમિકામાં સાઇન કરવામાં આવ્યા હોવાના રિપોર્ટ છે. આ સમાચાર સામે આવતાં જ એવી ચર્ચા શરૂ થઈ કે કદાચ પ્રકાશ રાજ ફિલ્મમાં અક્ષય ખન્નાને બદલે આવ્યા છે. જોકે પ્રકાશ રાજે આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતાં કહ્યું છે કે હું કોઈની પણ જગ્યા લઈ રહ્યો નથી અને મેં ફિલ્મના શૂટિંગની શરૂઆત કરી દીધી છે.

પ્રકાશ રાજે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લખ્યું છે કે ‘હિન્દીમાં ‘દૃશ્યમ 3’ માટે શૂટિંગ શરૂ કર્યું છે, એક શાનદાર ટીમ અને એક જબરદસ્ત ભૂમિકા સાથે. મને ખાતરી છે કે તમને આ ગમશે અને હા, હું કોઈને રિપ્લેસ નથી કરતો.’

ફિલ્મ ‘ધુરંધર’ રિલીઝ થયા બાદ અક્ષય ખન્નાએ ‘દૃશ્યમ 3’ છોડી દેતાં આ ફિલ્મ વિવાદમાં મુકાઈ ગઈ હતી. એ સમયે પ્રોડ્યુસરે અક્ષય ખન્નાને લીગલ નોટિસ મોકલી હતી.

drishyam upcoming movie prakash raj akshaye khanna ajay devgn entertainment news bollywood bollywood news