Pradeep Sarkar Death: `મર્દાની` અને `લગા ચુનરી મેં દાગ` જેવી ફિલ્મના નિર્દેશકનું નિધન

24 March, 2023 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકાર (Pradeep Sarkar Death)નું નિધન થયું છે. તેમણે પરિણીતા, લગા ચુનરી મેં દાગઃ જર્ની ઑફ અ વુમન`, `લફંગે પરિંદે`, `મર્દાની` જેવી ફિલ્મો આપી છે

પ્રદીપ સરકાર

પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકાર (Pradeep Sarkar Death)નું નિધન થયું છે. બૉલિવૂડ ફિલ્મ મેકર હંસલ મહેતા (Hansal Mehta)એ આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી છે. ટ્વીટર પર પ્રદીપ સરકારની તસવીર શેર કરતા તેણે કહ્યું કે પ્રદીપ સરકાર દુનિયાને અલવિદા કહી દીધું છે. પ્રદીપ સરકારે દિગ્દર્શક તરીકે બૉલિવૂડને `પરિણીતા` (Parineeta), `હેલિકોપ્ટર ઈલા`, `લગા ચુનરી મેં દાગઃ જર્ની ઑફ અ વુમન`, `લફંગે પરિંદે`, `મર્દાની` જેવી ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં તેમના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે. જો કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પ્રદીપ સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં `નીલ સમંદર` (2019), `ફોર્બિડન લવ` (2020) અને `કૈસી પહેલી ઝિંદગાની` (2021) જેવા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે અને તે ટૂંક સમયમાં જ માતા-પિતા અને સંતાનો વચ્ચેના વય તફાવત પર એક ફિલ્મ કરવાના હતા. તેમની ગણના બોલિવૂડના ટોચના દિગ્દર્શકોમાં થાય છે, પરંતુ તેઓ માત્ર દિગ્દર્શક જ નહીં પરંતુ એક મહાન લેખક પણ હતા. ફિલ્મોમાં આવતા પહેલા પ્રદીપ સરકારે વર્ષો સુધી જાહેરાતની દુનિયામાં કામ કર્યું હતું.

હંસલ મહેતાએ ટ્વિટ કરી પ્રદીપ સરકારના નિધન પર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. 

bollywood news entertainment news pradeep sarkar