પ્રાચીએ પડાવી દીપિકાની બ્રૅન્ડ

10 August, 2012 06:11 AM IST  | 

પ્રાચીએ પડાવી દીપિકાની બ્રૅન્ડ

પ્રાચી દેસાઈની અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ ‘બોલ બચ્ચન’ને સારી સફળતા મળી હોવાને કારણે એની લોકપ્રિયતામાં સારોએવો વધારો થઈ ગયો છે. આ નવી લોકપ્રિયતાને પગલે હાલમાં પ્રાચીને દીપિકા પાદુકોણને બદલે એક બ્યુટી પ્રોડક્ટની બ્રૅન્ડ-ઍમ્બેસેડર તરીકે સાઇન કરવામાં આવી છે. પહેલાં પ્રાચી આ બ્યુટી પ્રોડક્ટ રેન્જની એક પ્રોડક્ટ માટે અને દીપિકા બીજી પ્રોડક્ટ માટે બ્રૅન્ડ-ઍમ્બેસેડર તરીકે કામ કરતાં હતાં, પણ હવે પ્રાચીને આ બ્યુટી પ્રોડક્ટની આખી રેન્જ માટે બ્રૅન્ડ-ઍમ્બેસેડર તરીકે સાઇન કરવામાં આવી છે.

આ મુદ્દે વાત કરતાં પ્રાચીની નજીકની એક વ્યક્તિ કહે છે, ‘બોલ બચ્ચન’ની સફળતાને કારણે પ્રાચીની લોકપ્રિયતામાં વધારો થયો છે અને આ કારણે જ તેની પસંદગી આખી રેન્જને એન્ર્ડોસ કરવા માટે કરવામાં આવી છે.