બાહુબલી એક્ટર પ્રભાસની જિંદગીના રહસ્યો

23 October, 2018 09:01 AM IST  | 

બાહુબલી એક્ટર પ્રભાસની જિંદગીના રહસ્યો

બાહુબલી મૂવી સ્ટાર પ્રભાસ આ ફિલ્મ પહેલા સાઉથના ફિલ્મમાં જોવા મળતો હતો. પર આ ફિલ્મ બાદ તે ભારતના ઈન્ટરનેશનલ સ્ટાર બની ગયા. આમ તો એની ફિલ્મનો રહસ્ય (કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો) જાણવા માટે પૂરી દુનિયાને આતુરતા હતી પરંતુ એ રહસ્ય ખોલ્યા બાદ પણ લોકો પ્રભાસને વિશે એવું જાણવા ઈચ્છતા હતા, જેનો જવાબ લોકોને અત્યાર સુધી નથી મળ્યો. તો ચલો જાણીએ પ્રભાસના જિંદગીનો રહસ્ય.

18 વર્ષની ઉંમરમાં પ્રભાસે પોતાના પિતા અને કાકા કૃષ્ણમ રાજૂથી કહ્યું હતું કે મને ફિલ્મોમાં એક્ટિંગ કરવી છે. તે સમયે તેના પિતા યૂએસએન રાજૂ ફિલ્મ પ્રોડ્યૂસર નહીં હતી. જીક્યૂથી વાતચીતમાં પ્રભાસે કહ્યું કે, જો આવું કહેતા સમયે એમણે એ પણ કહ્યું હતું હું એક્ટિંગમાં સારો નથી, કદાચ હું એક રેસ્ટોરન્ટ અથવા હોટલ ખોલી દઉં વધારે સફળ થઈ જાઉં. પણ આવું નહીં થયુ. પ્રભાસ ફિલ્મોમાં આવ્યા અને આજે એક સુપરસ્ટાર છે.

બાહુબલી મૂવી બાદ ફિલ્મના સ્ટાર પ્રભાસ અને એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીની વચ્ચે પ્યાર મહોબ્બતના ચર્ચા વધી ગયા હતા. બાહુબલી 2 બાદ આ જોડીને લઈને અફવા ઘણી વધી ગઈ. પ્રભાસે આ વાતને પહેલા જ નકારી દીધી હતી. અને એવું પણ કહ્યું કે એની અને અનુષ્કા વચ્ચે એવું કઈ નથી ચાલી રહ્યું. એક સમાચારપત્રના ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રભાસે હસતાં કહ્યું કે મને પણ એક વાર લાગ્યું કે અમારી વચ્ચે પ્રેમ છે પણ ત્યારે પ્રભાસે કહ્યું કે કોઈ પણ એક્ટર અને એક્ટ્રેસ એકસાથે વધારે ફિલ્મ કરે તો આવું લાગવું સંભવ છે.

5 કરોડ રૂપિયા - બાહુબલી ફિલ્મ બનવા પહેલા પ્રભાસ તેલુગુ સિનેમાનાં હાઈએસ્ટ પેડ એક્ટર્સમાં થી એક હતા પરંતુ બાહુબલીની બન્ને ફિલ્મો માટે પ્રભાસે રેકોર્ડ તોડ ફી લીધી. જીક્યૂને આપેલા ખાસ ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે એમણે બાહુબલીના બન્ને પાર્ટ્સ માટે કુલ 45 કરોડ રૂપિયા ફી લીધી. પ્રભાસ સાઉથ ઈન્ડિયન સિનેમાના એવા પહેલા સ્ટાર છે, જેનો વેક્સ સ્ટેચ્યૂ મેડમ તૂસાદ મ્યૂઝિયમમાં રાખવામાં આવ્યો છે.


આ પણ વાંચો : તનુશ્રી દત્તાનો રાખી સાવંત પર માનહાનિનો દાવો


પહેલી ફિલ્મ હતી ઈશ્વર અને એમણે જાન્યુઆરી 2018 સુધી કુલ 17 ફિલ્મો કરી હતી. પ્રભાસની ફિલ્મી કરિયરની શરૂઆત કોઈ સ્ટાર કિડની જેમ સરળ નહી હતી. વર્ષ 2002માં 22 વર્ષની ઉંમરમાં એમને પહેલી ફિલ્મ મળી જેનું નામ Eeswar. એનું બજેટ એટલું ઓછું હતું. અને આ મૂવીની ક્વાલિટી પણ ખરાબ હતી. પોતાની પહેલી ફિલ્મને થિયેટરમાં જોતા સમયે એમની માતા અને બહેન બહુજ ઉત્સાહિત હતા. તે તેમના માટે એક ખૂબ લાગણીશીલ ક્ષણ હતી.