હાઇલા! પૂજા ભટ્ટ તો લાગે છે બિલકુલ આલિયા ભટ્ટ જેવી

23 November, 2025 08:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મોટા ભાગના લોકોને એવી લાગણી થઈ રહી છે કે પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટનો દેખાવ એ ખાસ ઉંમરે લગભગ સરખો જ છે.

સોશ્યલ મીડિયામાં પૂજાનો યુવાનીનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે

મહેશ ભટ્ટની બન્ને દીકરીઓ પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટ વચ્ચે ૨૧ વર્ષનો તફાવત છે. મહેશ અને પહેલી પત્ની લૉરેન બ્રાઇટની દીકરી પૂજા છે, જ્યારે મહેશ અને સોની રાઝદાનની દીકરી આલિયા છે. આમ પૂજા અને આલિયા બન્ને સાવકી બહેનો હોવા છતાં બન્નેના લુકમાં જબરદસ્ત સામ્ય દેખાય છે અને આ વાતનો પુરાવો છે હાલમાં વાઇરલ બનેલી પૂજાની યુવાનીની તસવીર.

સોશ્યલ મીડિયામાં પૂજાનો યુવાનીનો એક ફોટો વાઇરલ થઈ રહ્યો છે જેને જોઈને મોટા ભાગના લોકોને એવી લાગણી થઈ રહી છે કે પૂજા ભટ્ટ અને આલિયા ભટ્ટનો દેખાવ એ ખાસ ઉંમરે લગભગ સરખો જ છે.

pooja bhatt alia bhatt social media bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news