11 November, 2021 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘સ્ક્વૉડ’માં કામ કરીને ખૂબ ખુશ છે પૂજા બત્રા
પૂજા બત્રા ‘સ્કવૉડ’માં કામ કરીને ખુશ છે. આ ફિલ્મ ૧૨ નવેમ્બરે ZEE5 પર રિલીઝ થવાની છે. આ પહેલી એવી ઇન્ડિયન ફિલ્મ છે જેને બેલારૂસમાં શૂટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ૮ MIG, હેલિકૉપ્ટર ચેઝ અને ૪૦૦ સૈનિકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં ડેની ડેન્ઝોન્ગ્પાનો દીકરો રિન્ઝિંગ અને માલવિકા રાજ પણ દેખાશે. પૂજાએ ૨૦૧૯માં નવાબ શાહ સાથે લગ્ન કર્યાં છે. તે ઘણાં વર્ષોથી અમેરિકામાં સ્થાયી થઈ છે. હવે ભારત પાછી ફરી છે. એ વિશે પૂજાએ કહ્યું હતું કે ‘હું વિશ્વની બીજી બાજુએ ગઈ હતી. હું લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયામાં હતી. આ જ કારણ છે કે જે રીતે લોકો મને જોવા માગે છે એ રીતે હું દેખાતી નહોતી. હવે હું લગ્ન બાદ ભારત આવી ગઈ છું. નીલેશ સહાયે મને ધ્યાનમાં રાખીને નંદિની રાજપૂતનું પાત્ર લખ્યું હોવાથી મને ‘સ્ક્વૉડ’ ઑફર કરી હતી. મને સ્ક્રિપ્ટ ગમી ગઈ હતી અને હવે એની સાથે જોડાઈને મને ખૂબ ખુશી છે.’