આજે રિલીઝ નહીં થાય પીએમ નરેન્દ્ર મોદી

05 April, 2019 09:23 AM IST  | 

આજે રિલીઝ નહીં થાય પીએમ નરેન્દ્ર મોદી

આજે રિલીઝ નહીં થાય ફિલ્મ

‘પીએમ નરેન્દ્ર મોદી’ આજે રિલીઝ થવાની હતી, પરંતુ પ્રોડયુસર સંદીપ સિંહે જણાવ્યું હતું કે ફિલ્મની રિલીઝની તારીખ પાછળ ઠેલવામાં આવી છે. આ ફિલ્મને લઈને મામલો ર્કોટમાં ચાલી રહ્યો છે. સુપ્રીમ ર્કોટમાં ફિલ્મને લઈને ૮ તારીખે સુનાવણી થવાની છે. ફિલ્મની રિલીઝને અટકાવવા માટે ર્કોટમાં ખટલો ચલાવવામાં આવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી આ ફિલ્મને ઓમંગ કુમારે ડિરેક્ટ કરી છે. ફિલ્મની રિલીઝની માહિતી વિશે પ્રોડ્યુસર, ક્રીએટિવ ડિરેક્ટર અને સિંગર સંદીપ સિંહે ટ્વિટર પર ટ્વીટ કયુર્ં હતું કે ‘અમારી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ આજે રિલીઝ નહીં થાય એ વાત કન્ફર્મ છે. જલદી જ આ સંદર્ભે માહિતી આપવામાં આવશે.’

આ પણ વાંચોઃ PM Narendra Modi:બાયોપિકનું ગીત 'ફકીરા'માં દેખાઈ પીએમની 

bollywood narendra modi supreme court