રિયલ લાઇફ પોલીસનું પાત્ર ભજવવું ચૅલેન્જિંગ લાગી રહ્યું છે રણદીપ હુડાને

16 January, 2021 02:39 PM IST  |  Mumbai | Agency

રિયલ લાઇફ પોલીસનું પાત્ર ભજવવું ચૅલેન્જિંગ લાગી રહ્યું છે રણદીપ હુડાને

રણદીપ હુડા

રણદીપ હુડાને વેબ-સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં રિયલ લાઇફ પોલીસની ભૂમિકા ભજવવી એક્સાઇટ‌િંગની સાથે જ ખૂબ પડકારજનક પણ લાગી રહી છે. આ શો ઉત્તર પ્રદેશની સ્ટોરી પર આધારિત છે. પોલીસના અવતારમાં રણદીપ જોરદાર ઍક્શન કરતો જોવા મળશે. ઓ શોને જિયો સ્ટુડિયોઝ અને ગોલ્ડ માઉન્ટન પિક્ચર્સ પ્રેઝન્ટ કરશે. શોને નીરજ પાઠક ડિરેક્ટ કરશે. પોતાના પાત્ર વિશે રણદીપે કહ્યું હતું કે ‘અવ‌િનાશ મિશ્રા જેવા સુપર કૉપનું પાત્ર ભજવવું મારા માટે એક્સાઇટિંગ અને પડકારજનક પણ છે. આ વર્ષની શરૂઆત આ સિરીઝ સાથે કરવાથી હું ખૂબ ઉત્સાહિત છું. આના દ્વારા હું લોકોને અદ્ભુત મનોરંજન પીરસવા માગું છું.’

randeep hooda bollywood bollywood news