પ્લેબૅક સિન્ગર શ્રેયા ઘોષાલે મમ્મી-પપ્પા સાથે મળીને ખરીદ્યો ૨૯.૭૦ કરોડ રૂપિયાનો ફ્લૅટ

07 April, 2026 10:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મળતી માહિતી પ્રમાણે આ પ્રૉપર્ટીનો કાર્પેટ એરિયા ૨૪૩૦.૦૬ સ્ક્વેર ફુટ છે

શ્રેયા ઘોષાલ

પ્લેબૅક સિન્ગર શ્રેયા ઘોષાલે તાજેતરમાં વરલીમાં એક પ્રીમિયમ ફ્લૅટ ખરીદ્યો છે. તેણે આ ફ્લૅટ પોતાનાં માતા શર્મિષ્ઠા ઘોષાલ અને પિતા બિશ્વજિત ઘોષાલ સાથે મળીને ખરીદ્યો છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો મુજબ આ ફ્લૅટની કિંમત ૨૯.૭૦ કરોડ રૂપિયા છે. મળતી માહિતી પ્રમાણે આ પ્રૉપર્ટીનો કાર્પેટ એરિયા ૨૪૩૦.૦૬ સ્ક્વેર ફુટ છે અને એમાં ૩ કારપાર્કિંગની સુવિધા છે. આ ખરીદી માટે શ્રેયાએ ૧.૭૮ કરોડ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવી છે. આ ડીલ ૧ એપ્રિલ ૨૦૨૬ના રોજ રજિસ્ટર થઈ હતી.

shreya ghoshal real estate worli entertainment news bollywood bollywood news property tax