PK ટીવી પર જોવા નહીં મળે?

29 December, 2014 05:32 AM IST  | 

PK ટીવી પર જોવા નહીં મળે?


છેલ્લા ૬ મહિનાથી સૅટેલાઇટ ચૅનલો અને ફિલ્મ-પ્રોડ્યુસરો વચ્ચે ચાલી રહેલી ટસલના કારણે અનેક ફિલ્મોના સૅટેલાઇટ હક વેચવામાં આવ્યા નથી. આથી આમિર ખાનની ફિલ્મ ‘ક્ટત્’ પણ કદાચ ટીવી પર જોવા નહીં મળે. ફિલ્મના પ્રોડ્યુસરો અને સૅટેલાઇટ ચૅનલો વચ્ચે ઘણી વાર આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેના પ્રયાસ થયા પણ કોઈ નિરાકરણ આવ્યું નથી.

સાધનો જણાવે છે કે ઘણા ઓછા પ્રોડ્યુસરો તેમની ફિલ્મોના હક વેચી રહ્યા છે. તેઓ સારી પ્રાઇસની માગણી કરી રહ્યા છે. પહેલાં સૅટેલાઇટ ચૅનલોને હક વેચતાં ફિલ્મ પર લાગેલી ૪૦ ટકા રકમ પાછી મળી જતી હતી. ૨૦૧૪માં બૉક્સ-ઑફિસ પર ઘણી ફિલ્મો પિટાઈ ગઈ હતી.

સૅટેલાઇટ ચૅનલોને ફિલ્મના અધિકાર વેચવાની માર્કેટના એક સિનિયર મેમ્બરે કહ્યું હતું કે ‘ઘણા પ્રોડ્યુસરો તેમની ફિલ્મો ડિસ્કાઉન્ટ રેટ પર વેચવા માગે છે, કારણ કે બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મોનું કલેક્શન સારું રહ્યું નહોતું. જોકે જેમની ફિલ્મો હિટ કે સુપરહિટ થઈ છે એવા પ્રોડ્યુસરોને તેમની ફિલ્મ માટે યોગ્ય પ્રાઇસ ન મળતાં તેમણે ફિલ્મો વેચી નથી. આવી ફિલ્મોમાં બૉક્સ-ઑફિસ પર ૧૦૦ કરોડની ક્લબમાં સામેલ થયેલી ફિલ્મો પણ છે.’