છઠ્ઠું ધોરણ ભણતો ત્યારથી PKની વાર્તા રાજુ હિરાણીના મનમાં હતી

08 December, 2014 05:17 AM IST  | 

છઠ્ઠું ધોરણ ભણતો ત્યારથી PKની વાર્તા રાજુ હિરાણીના મનમાં હતી



રશ્મિન શાહ


 હા, રાજકુમાર હિરાણી જ્યારે નાગપુરમાં છઠ્ઠું ધોરણ ભણતો ત્યારથી તેના મનમાં આ વાર્તા ચાલી રહી હતી. રાજુ હિરાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વાર્તા મનમાં ફરતી હતી, પણ એ આખી કેવી રીતે લખવી એ સમય જતાં ખબર પડી અને જેમ-જેમ આગળ ભણતો ગયો એમ-એમ સ્ટોરી મનમાં સ્ટ્રૉન્ગ થતી ગઈ. અફર્કોસ, સ્ટોરી-રાઇટર અભિજાત જોશીને મળ્યા પછી એ સ્ટોરીમાં વધુ સ્પષ્ટતા અને નવા ટર્ન-ટ્વિસ્ટ આવ્યા.’
ડિરેક્ટર રાજુ હિરાણીની પહેલી ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ હતી, પણ તેની ઇચ્છા તો સૌથી પહેલાં ‘PK’ બનાવવાની હતી. જોકે એ સમયે સ્ટોરી બધાને ગમી ખરી, પણ ફિલ્મી સત્વનો અભાવ લાગ્યો એટલે સ્ટોરી અભરાઈ પર ચડી ગઈ અને પછી તો ‘મુન્નાભાઈ...’ હિટ જતાં એની સીક્વલ અને પછી ‘થ્રી ઇડિયટ્સ’ આવી. આમિર સાથે ‘થ્રી ઇડિયટ્સ’ના શૂટિંગ દરમ્યાન ‘PK’ની વનલાઇનની વાત થઈ અને આમિરે છઠ્ઠું ધોરણ ભણતા રાજુને સૂઝેલી વાર્તા પર ફિલ્મ કરવાની એક ઝાટકે હા પાડી દીધી.