શુભ મંગલ ઝ્યાદા..થી વિશ્વએ નોંધ્યા ભારતના સજાતીયતા અંગેના વિચારઃ ખુરાના

28 February, 2020 01:19 PM IST  |  Mumbai Desk

શુભ મંગલ ઝ્યાદા..થી વિશ્વએ નોંધ્યા ભારતના સજાતીયતા અંગેના વિચારઃ ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ની સફળતાને કારણે ઇન્ડિયન ફિલ્મોને દુનિયાભરમાં નોટિસ કરવામાં આવી રહી છે. ગે વ્યક્તિ પર બનાવવામાં આવેલી આ ફિલ્મને લઈને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કર્યું હતું. તેમન જ સ્પેનના યુએસ ઍમ્બૅસૅડર જેમ્સ કોસ્ટોસે પણ ટ્વીટ કર્યું હતું. બૉલીવુડમાં ટોચના ઍક્ટર્સમાં કોઈએ પહેલી વાર આવી ફિલ્મ કરવાની હિમ્મત કરી હતી. આ ફિલ્મ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મની સફળતાથી અમને ખુશી છે, કારણ કે અમે ઇન્ડિયાના લોકોની વિચારસરણીને વાળવામાં સફળ થયા છીએ અને ફૅમિલી પણ આ ફિલ્મને લઈને ચર્ચા કરતી થઈ છે. સેમ-સેક્સની વાતને ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ દ્વારા દુનિયાભરમાં ઇન્ડિયન ફિલ્મને નોટિસ કરવામાં આવી એની મને ખુશી છે. ડોનલ્ડ ટ્રમ્પના ટ્વીટને લઈને અમે પણ સરપ્રાઇઝ થઈ ગયા હતા. જેમ્સ કોસ્ટોસે ફિલ્મનાં કરેલાં વખાણ પરથી એક વાત તો નક્કી છે કે ઇન્ડિયા જેન્ડર-ઇક્વાલિટીને કેટલી સિરિયસલી લઈ રહી છે એ દુનિયાભરમાં નોટિસ કરવામાં આવ્યું છે. આપણે એક પ્રોગેસિવ સોસાયટી છીએ એ સાબિત કરવામાં અમે પૉઝિટિવ ચેન્જ લાવીએ એવી આશા રાખી રહ્યા છીએ.’

ayushmann khurrana bollywood shubh mangal saavdhan bollywood news bollywood gossips