ભારતમાં લોકો ગોરા રંગ તરફ વધુ આકર્ષાય છે : શ્વેતા બાસુ પ્રસાદ

24 September, 2020 01:28 PM IST  |  Mumbai | Agencies

ભારતમાં લોકો ગોરા રંગ તરફ વધુ આકર્ષાય છે : શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદ

શ્વેતા બાસુ પ્રસાદનું માનવું છે કે ભારતમાં લોકોને ગોરા રંગ તરફ વધુ આકર્ષણ રહે છે. જોકે એને સુંદરતા સાથે કંઈ સંબંધ નથી. તેણે Zee થિયેટર્સનાં ટેલી પ્લે ‘ગુડિયા કી શાદી’માં કામ કર્યું હતું. ગુડિયાનું પાત્ર ભજવનાર શ્વેતાને પોતાના રંગ પર ગર્વ હોવાનું દેખાડવામાં આવ્યું હતું. ભારતમાં રંગની માન્યતા વિશે શ્વેતાએ કહ્યું હતું કે ‘ભારતમાં લોકોને ગોરા રંગનું વધુ આકર્ષણ રહ્યું છે, કારણ કે આપણા પર ગોરાઓએ ઘણાં વર્ષો સુધી રાજ કર્યું હતું. કદાચ એમ પણ હોઈ શકે કે આપણે એમ વિચારીએ છીએ કે ગોરા હોય એ જ સર્વોપરી હોય છે. મને નથી લાગતું કે સ્કિનના રંગને સુંદરતા સાથે કોઈ સંબંધ હોય છે. મૅટ્રિમોનિયલ ઍડમાં પણ છોકરીના શિક્ષણ અથવા તો તેના સંસ્કાર કરતાં તેના રંગને જે પ્રકારે મહત્ત્વ આપવામાં આવે છે એ જોઈને દુઃખ થાય છે. ફેરનેસ બ્યુટી ક્રીમ પર પ્રતિબંધ લગાવવો જોઈએ.’

bollywood bollywood news bollywood gossips shweta basu prasad