કંગનાની ડ્રગ્સ ઍડિક્ટ એક્સની વાત સોશ્યલ મીડિયા પર જોડાઇ હૃતિક સાથે

30 August, 2020 08:27 PM IST  |  Mumbai | Mumbai Correspondent

કંગનાની ડ્રગ્સ ઍડિક્ટ એક્સની વાત સોશ્યલ મીડિયા પર જોડાઇ હૃતિક સાથે

કંગના રણોત

કંગના રનોટે નામ લીધા વગર બૉલીવુડમાં સેલિબ્રિટીઝ ડ્રગ્સ-પાર્ટી કરતી હોવાનો ખુલાસો કર્યો છે. જોકે આ સાથે જ હૃતિક રોશનનું નામ પણ આ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું છે. કંગનાએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેનો એક્સ ડ્રગ્સનો વ્યસની હતો તેમ જ તેના ઘરમાં ડ્રગ્સ પાણીની જેમ વહેતું હતું. કંગનાએ એ પણ કહ્યું હતું કે તેને આ માટે હૉસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ તેની ડ્રગ્સની આદત છૂટી હતી. આ ઍક્ટર સાથે જ્યારે કંગનાના રિલેશનની જાણ પરિવારને થઈ ત્યારે તેઓ કંગનાને બીમાર હોવાની વાત કહેવા માંડ્યા હતા. કંગનાએ કહ્યું કે ત્યાર બાદ તે ઍક્ટર અને તેની પત્નીએ તેને બીમાર દેખાડવા માટે ષડ્યંત્ર કર્યું હતું. કંગનાના આ જણાવ્યા બાદ સોશ્યલ મીડિયા પર લોકો હૃતિકનું નામ લઈ રહ્યા છે. આ વિશે હૃતિકને તેઓ ગાળો પણ આપી રહ્યા છે.

bollywood bollywood news bollywood gossips entertainment news kangana ranaut hrithik roshan