પોલીસમાંથી મલયાલમ ઍક્ટર બનનાર પી. સી. જ્યૉર્જનું થયું અવસાન

15 May, 2021 12:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૦ના દાયકામાં તેમનું પોસ્ટિંગ અન્ય ઠેકાણે થતાં તેમણે ફિલ્મી કરીઅરમાં બ્રેક લીધો હતો. જોકે મમુટી સાથે ૧૯૮૮માં આવેલી ‘સંઘમ’માં તેમના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

પોલીસમાંથી મલયાલમ ઍક્ટર બનનાર પી. સી. જ્યૉર્જનું થયું અવસાન

પોલીસ-ઑફિસરમાંથી ઍક્ટિંગમાં હાથ અજમાવનાર મલયાલમ ઍક્ટર પી. સી. જ્યૉર્જનું માંદગી બાદ થ્રિસુરની એક હૉસ્પિટલમાં નિધન થયું છે. પોલીસની નોકરીમાંથી રિટાયર્ડ થયા બાદ તેમણે વિલનના રોલ્સ ખૂબ ભજવ્યા હતા. તેમણે ૭૫ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૮૦ના દાયકામાં તેમનું પોસ્ટિંગ અન્ય ઠેકાણે થતાં તેમણે ફિલ્મી કરીઅરમાં બ્રેક લીધો હતો. જોકે મમુટી સાથે ૧૯૮૮માં આવેલી ‘સંઘમ’માં તેમના પર્ફોર્મન્સની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે એક પછી એક એમ અનેક ફિલ્મોમાં પોતાની અદાકારી દેખાડી હતી. થ્રિસુરના તેમના ઘરેથી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.

bollywood news bollywood bollywood gossips entertainment news