કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટીમાં સામેલ થઈ અભિનેત્રી પાયલ ઘોષ

26 October, 2020 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટીમાં સામેલ થઈ અભિનેત્રી પાયલ ઘોષ

પાયલ ઘોષ જોડાઇ રામદાસ આઠવલેની પાર્ટીમાં

ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી રિપબ્લિકન પાર્ટીમાં સામેલ થઈ ગઈ. તેણે મુંબઇમાં કેન્દ્રીય મંત્રીની હાજરીમાં પાર્ટીની સભ્યતા મેળવી. મળતી માહિતી પ્રમાણે, પાયલને પાર્ટીની મહિલા વિંગના ઉપાધ્યક્ષ બનાવવામાં આવી છે. જણાવવાનું કે ઘણાં દિવસોથી એવી ચર્ચા હતી કે પાયલ આઠવલેની પાર્ટીમાં સામેલ થઈ શકે છે. સોમવારે આ અટકળો પર વિરામ મૂકાયું જ્યારે પાયલે ખાસ કાર્યક્રમમાં આરપીઆઇનો ઝંડો ફરકાવ્યો.

જણાવવાનું કે પાયલ ઘોષ મીટૂ મોહિમ દરમિયાન ચર્ચામાં છવાઇ હતી. તેણે તાજેતરમાં જ ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર 'મીટૂ'નો આરોપ મૂક્યો હતો. આ બાબત તેણે મુંબઇના ઓશિવારા પોલીસ સ્ટેશનમાં કેસ પણ નોંધાવ્યો હતો. જો કે, અનુરાગ કશ્યપે તેના આ આરોપનું ખંડન કર્યું હતું. ત્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય મંત્રી અને આરપીઆઇના મુખ્ય રામદાસ આઠવલેએ પાયલ ઘોષના આ મામલાનું સમર્થન કર્યું હતું અને પાયલ ઘોષ સાથે મુલાકાત પણ કરી હતી.

એટલું જ નહીં પાયલ ઘોષને લઈને રામદાસ આઠવલે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને પણ મળ્યા હતા અને પાયલે ત્યાં પણ પોતાની સુરક્ષા અને ન્યાય માટે માગ કરી હતી.

anurag kashyap ramdas athawale