સંજય દત્તની મલંગમાં અંકિતા લોખંડે બનશે પોલીસ-ઑફિસર?

02 June, 2017 04:35 AM IST  | 

સંજય દત્તની મલંગમાં અંકિતા લોખંડે બનશે પોલીસ-ઑફિસર?

ભારતી દુબે

સુશાંત સિંહ રાજપૂત સાથેના બ્રેકઅપ બાદ તે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટેની તૈયારી કરી રહી છે. અંકિતાને અગાઉ શાહરુખ ખાનની ‘હૅપી ન્યુ યર’ની ઑફર થઈ હતી. ત્યાર બાદ સંજય લીલા ભણસાલીની ‘પદ્માવતી’ માટે પણ તેની વાતો ચાલી હતી. આ બન્ને ફિલ્મો તેના હાથમાંથી નીકળી ગઈ હતી. જોકે હવે સંજય દત્તની ‘મલંગ’ તેણે સાઇન કરી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મમાં તે પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે.