21 April, 2025 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પરિણીતિ ચોપડાની શૂટિંગ શરૂ
‘ઇશકઝાદે’થી બૉલીવુડમાં એન્ટ્રી કરનાર ઍક્ટ્રેસ પરિણીતિ ચોપડા હવે OTT પ્લૅટફૉર્મ પર એન્ટ્રી લઈ રહી છે. તે નેટફ્લિક્સ ઇન્ડિયાની મિસ્ટરી થ્રિલરમાં જોવા મળશે. હાલમાં પરિણીતિ શિમલામાં આ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સિરીઝમાં પરિણીતિની સાથોસાથ જેનિફર વિન્ગેટ, તાહિર રાજ ભસીન, અનુપ સોની, હરલીન સેઠી અને સોની રાઝદાન જેવાં ટૅલન્ટેડ ઍક્ટર્સ પણ જોવા મળશે. આ સિરીઝ ‘રંગ દે બસંતી’, ‘કુરબાન’ અને ‘ઉંગલી’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા રેન્સિલ ડિસિલ્વા ડિરેક્ટ કરી રહ્યા છે અને પ્રોડ્યુસર છે સિદ્ધાર્થ પી. મલ્હોત્રા. સિદ્ધાર્થ આ પહેલાં ‘હિચકી’ અને ‘મહારાજ’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી ચૂક્યા છે. ફેબ્રુઆરીમાં એનું શૂટિંગ મુંબઈમાં કરવામાં આવ્યું હતું અને હવે એ શિમલામાં શૂટ થઈ રહી છે. આ સિરીઝ આવતા વર્ષની શરૂઆતમાં નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે એવી ધારણા છે.