સોશ્યલ મીડિયાને થોડા સમય માટે કહી અલવિદા પરિણીતીએ

18 April, 2020 10:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયાને થોડા સમય માટે કહી અલવિદા પરિણીતીએ

પોતાને સમય આપી શકે એ માટે પરિણીતી ચોપડાએ સોશ્યલ મીડિયાને થોડા સમય માટે બાય-બાય કહ્યું છે. આ વાતની માહિતી તેણે ઇન્સ્ટાસ્ટોરી પર આપી છે. ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટ શૅર કરી પરિણીતીએ લખ્યું હતું કે ‘હું થોડા દિવસો માટે સોશ્યલ મીડિયાને અલવિદા કહી રહી છું. હું પોતાને સમય આપી શકું એ જરૂરી અને અગત્યનું પણ છે. તમને બધાને જલદી જ મળીશ.’

bollywood entertainment news parineeti chopra