પરેશ રાવલ કી તો નિકલ પડી હૈ

08 October, 2012 06:26 AM IST  | 

પરેશ રાવલ કી તો નિકલ પડી હૈ



પરેશ રાવલની લેટેસ્ટ ફિલ્મ ‘ઓહ માય ગૉડ’ને દર્શકોઅ બહુ પસંદ કરી છે એને કારણે તેમની ડિમાન્ડમાં ભારે વધારો થયો છે. હવે તેમની આગામી ફિલ્મ ‘ટેબલ ૨૧’માં તેઓ નેગેટિવ રોલમાં દેખાવાના છે અને આ ફિલ્મ હજી બની નથી ત્યાં જ એના રાઇટ્સ ખરીદવા ડિસ્ટિÿબ્યુટરોએ બહુ રસ દેખાડ્યો છે.

આ વિશે વાત કરતાં બૉલીવુડની એક વ્યક્તિ કહે છે, ‘પરેશ રાવલે કો-પ્રોડ્યુસ કરેલી ‘ઓહ માય ગૉડ’ને બહુ સારો પ્રતિભાવ મળ્યો છે જેને કારણે ડિસ્ટ્રિબ્યુટરો કોઈ પણ કિંમતે આગામી ફિલ્મના રાઇટ્સ ખરીદવા તલપાપડ છે. વળી તેઓ લાંબા સમય પછી નેગેટિવ રોલ કરવાના હોવાથી પણ એમાં લોકોને રસ પડ્યો છે.’

નામ ન આપવાની શરતે એક વિતરક કહે છે, ‘હમણાંની ‘ઓહ માય ગૉડ’ની સફળતાને કારણે બૉક્સ-ઑફિસ પર પરેશ રાવલનું સ્થાન મજબૂત બન્યું છે. અમને લાગે છે કે તેમની અને રાજીવ ખંડેલવાલની ‘ટેબલ ૨૧’ પણ લોકોને ગમશે.’


જુઓ પરેશ રાવલને સંબંધિત વધુ અહેવાલો :


પરેશ રાવલ તો રહેશે જ

રણબીર જ બૉલીવુડનું ભવિષ્ય : પરેશ રાવલ