પ્રકાશ ઝાની પરીક્ષા : ધ ફાઇનલ ટેસ્ટ ઑનલાઇન કરવામાં આવશે રિલીઝ

23 June, 2020 07:47 PM IST  |  Mumbai Desk | Agencies

પ્રકાશ ઝાની પરીક્ષા : ધ ફાઇનલ ટેસ્ટ ઑનલાઇન કરવામાં આવશે રિલીઝ

પ્રકાશ ઝા

પ્રકાશ ઝાની ‘પરીક્ષા : ધ ફાઇનલ ટેસ્ટ’ને ZEE 5 પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ રિયલ સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રિયંકા બોઝ, આદિલ હુસેન, સંજય સૂરિ અને ચાઇલ્ડ ઍક્ટર શુભમ ઝા જોવા મળશે. ફિલ્મ વિશે પ્રકાશ ઝાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ સત્યઘટનાઓ અને લોકો પરથી પ્રેરિત છે. શ્રી અભયાનંદ એક આઇપીએસ ઑફિસર અને એજ્યુકેશનિસ્ટ છે. બિહારના નક્સલ વિસ્તારમાં પોલીસ ચીફની ફરજ બજાવતી વખતે તે ગામડાનાં કેટલાંક હોશિયાર બાળકોના સંપર્કમાં આવે છે. બાળકોની બુદ્ધિમત્તાને કારણે તેમને આઇઆઇટી જેવી અઘરી પરીક્ષા પાસ કરાવવામાં મદદ મળી હતી. તેમની સફળતાએ અપરાધથી ઘેરાયેલા બિહાર પર સકારાત્મક છાપ છોડી હતી. હું આ સ્ટોરી કહેવા માટે વિવશ થઈ ગયો હતો. મને લાગે છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ આ વિષયને વધુ લોકો સુધી પહોંચાડશે.’

bollywood bollywood news bollywood gossips entertainment news prakash jha