મોડલ પર બળાત્કાર કેસમાં અભિનેત્રી પૂનમ પાંડેનું નામ ઉછળ્યું

31 July, 2014 08:50 AM IST  | 

મોડલ પર બળાત્કાર કેસમાં અભિનેત્રી પૂનમ પાંડેનું નામ ઉછળ્યું



મુંબઈ : તા, 31 જુલાઈ

કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે પારસકર દ્વારા મોડલને મોકલવામાં આવેલા એસએમએસ અત્યંત અશ્લિલ છે. બંનેના મોબાઈલ ફોનને ફોરેન્સિક લેબમાં તપાસઅર્થે મોકલી આપવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચ પારસકરને વધુ એક વખત પુછપરછ માટે બોલાવવામાં આવે તેવી શક્યતા છે.

એક અંગ્રેજી સમાચારપત્રના અહેવાલ પ્રમાણે આઈપીએસ અધિકારી ડીઆઈજી સુનીલ પારસકર પર બળાત્કારની એફઆઈઆર નોંધાવનારી પીડિતા મોડેલે દાવો કર્યો છે પૂનમ પાંડે પારસકરની ઘણી નજીક હતી. તેવી જ રીતે પૂનમ પાંડે મારી પ્રતિસ્પર્ધી છે. તેથી પારસકર મને હેરાન કરવા લાગ્ય હતા. પૂનમ પાંડેના કારણે જ સુનીલે પારસકરે મારા પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ પણ પીડિતાએ કર્યો હતો.

આમ આ મામલે કોઈને કોઈ કારણોસર વિવાદમાં ચગેલી રહેલી બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી પૂનમ પાંડેનું નામ પણ ઢસડાયું છે. જેથી પૂનમ પાંડે મુશ્કેલીમાં મુકાઈ હતી.

જ્યારે પોતાનો બચાવ કરતા પારસકરે જણાવ્યું હતું કે તેઓ મોડલને નવી મુંબઈ સ્થિત પોતાનું ઘર ભાડે આપવા તેને ત્યાં લઈ ગયા હતાં. કારણ કે મોડેલે જ મને કહ્યું હતું કે ગોરેગાંવ સ્થિત તેની બિલ્ડિંગના લોકો તેને ઘુરી ઘુરીને જુઓ છે. જોકે પૂનમ પાંડેએ આ મામલે હાલ કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ કરવામાં આવેલી પુછપરછમાં પારસકરને પૂનમ પાંડે વિશે પણ પ્રશ્નો પુછવામાં આવ્યા હતાં. જોકે આ મામલે વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાંચ પારસકરની પુછપરછ હાથ ધરશે અને તેમના અને પૂનમ પાંડેના સંબંધો વિશે પૃચ્છા કરશે. તેવી જ રીતે પૂનમ પાંડેનું પણ નિવેદન નોંધવામાં આવશે. ત્યાર બાદ કોર્ટ સમક્ષ પોતાનો અહેવાલ સોંપશે.