14 August, 2022 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પંકજ કપૂરની ‘તોબા ટેક સિંહ’નું ટીવી પર થઈ રહ્યું છે પ્રીમિયર
પંકજ કપૂરની ‘તોબા ટેક સિંહ’નું હવે ટીવી પર પ્રીમિયર થઈ રહ્યું છે. ઝિંદગી ચૅનલની વૅલ્યુઍડેડ સર્વિસ ‘ડાયરેક્ટ ટુ હોમ’ પર આજે આ ફિલ્મનું પ્રીમિયર થશે. કેતન મહેતા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘તોબા ટેક સિંહ’નું પ્રીમિયર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ને લીધે સેલિબ્રેશન રૂપે કરવામાં આવી રહ્યું છે. આઝાદી બાદ બૉર્ડરનું વિભાજન થવાથી લોકોનાં જીવન પર કેવી અસર પડે છે એના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. આને વિશે વાત કરતાં પંકજ કપૂરે કહ્યું કે ‘વિભાજનની સ્ટોરીને સૌથી સુંદર રીતે ‘તોબા ટેક સિંહ’માં લખવામાં આવી છે. સાદત હસન મન્ટોએ આ ખૂબ અદ્ભુત સ્ટોરી લખી હતી અને એને ફિલ્મમાં રૂપાંતર કરીને ટીવી પર લાવવા બદલ હું કેતન મહેતા અને ઝી ઝિંદગીનો આભાર માનું છું. આ ફિલ્મ હવે વધુ લોકો સુધી પહોંચાડવામાં આવશે. અંગત રીતે વાત કરું તો ‘તોબા ટેક સિંહ’ આપણને બધાને એકસાથે લાવ્યું છે અને મારે આ ફિલ્મ અને એની સ્ટોરી સાથે ખૂબ સ્ટ્રૉન્ગ કનેક્શન છે.’