મેં હજી સુધી પૂરતી ઍક્ટિંગ નથી કરી : પંકજ કપૂર

30 August, 2019 11:35 AM IST  |  મુંબઈ

મેં હજી સુધી પૂરતી ઍક્ટિંગ નથી કરી : પંકજ કપૂર

મેં હજી સુધી પૂરતી ઍક્ટિંગ નથી કરી : પંકજ કપૂર

પંકજ કપૂરનું કહેવું છે કે તેણે હજી સુધી પૂરતા પ્રમાણમાં ઍક્ટિંગ નથી કરી. તેમને તો હજી ઘણાં પાત્રો ભજવવાનાં છે. આ વિશે જણાવતાં પંકજ કપૂરે કહ્યું હતું કે ‘દુનિયામાં અનેક લોકો રહે છે. એમાંથી મેં થોડાં જ પાત્રોને ભજવ્યાં છે. મને નથી લાગતું કે મેં પૂરતાં પાત્રો ભજવ્યાં હોય. મને હજી ઘણી ભૂમિકાઓ ભજવવાની ઇચ્છા છે. એથી હું આશા રાખું છું કે જ્યાં સુધી હું ફિટ રહીશ અને જીવિત રહીશ ત્યાં સુધી હું વિવિધ પાત્રો ભજવીશ. મને અલગ-અલગ પ્રકારના લોકોને પડદા પર સાકાર કરવા ગમે છે.’
એવું નથી કે તેમને કોઈ એક પાત્ર ફેવરિટ હોય. પૂરા કામને લઈને તેમને ઓળખવામાં આવે એવી ઇચ્છા વ્યક્ત કરતાં પંકજ કપૂરે કહ્યું હતું કે ‘મેં જેટલાં પણ પાત્રો ભજવ્યાં છે એ બધાં અઘરાં રહ્યાં છે. કંઈ પણ સરળ નથી રહ્યું. હું એમ ન કહી શકું કે કોઈ એક પાત્ર મારું ફેવરિટ છે, કારણ કે મારી ઇચ્છા છે કે કોઈ એક પાત્ર જે મેં ભજવ્યુ હોય એને લઈને નહીં પરંતુ મારા પૂરા કામને લઈને મારી ઓળખાણ થાય.’

pankaj kapur bollywood news