Panipat Trailer: અહીં જુઓ કેવું છે ટ્રેલર

05 November, 2019 04:25 PM IST  |  Mumbai Desk

Panipat Trailer: અહીં જુઓ કેવું છે ટ્રેલર

ફિલ્મ પાણીપતનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. પાણીપતની ત્રીજી લડાઈ પર આધારિત ફિલ્મમાં અર્જુન કપૂર, સંજય દત્ત અને કૃતિ સેનન મુખ્ય પાત્ર ભજવી રહ્યા છે. એક પછી એક ફ્લૉપ ફિલ્મો બાગ સંજય દત્ત હવે ક્રૂર શાસકનું નકારાત્મક પાત્ર ભજવીને ફરીથી બૉક્સ ઑફિસ પર પોતાનું સ્થાન બનાવવાની પ્રયત્ન કરી રહ્યો છે. હકીકતે, સંજય દત્ત ફિલ્મમાં અફગાન શાસક અહમદ શાહ અબ્દાલીનું પાત્ર ભજવી રહ્યો છે.

સંજય દત્તે પણ ફિલ્મના પોતાનો લૂક શૅર કરતાં અબ્દાલી વિશે લખ્યું હતું. તેમના કૅપ્શનથી જ લાગી રહ્યું હતું કે કોઇ ક્રૂર વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે. સંજય દત્તે કૅપ્શનમાં લખ્યું હતું કે, "અહમદગ શાહ અબ્દાલી: જ્યાં તેનો પડછાયો પણ પડે છે, ત્યાં મૃત્યુ આવે છે." એવામાં જાણીએ કે આખરે અહમદ શાહ અબ્દાલી કોણ છે, જેની હવે ચર્ચા થઈ રહી છે...

કોણ હતો અહમદશાહ અબ્દાલી?

સન 1748માં નાદિરશાહનું મૃત્યુ પછી અહમદશાહ અબ્દાલી અફઘાનિસ્તાનનો શાસક અને દુર્રાની સામ્રાજ્યનું સંસ્થાપક બન્યો. અબ્દાલીએ 10 વર્ષમાં કેટલીય વાર ભારત પર આક્રમણ કર્યું અને 1757માં કડકડતી ઠંડી વચ્ચે દિલ્હી પર આક્રમણ કર્યું. કહેવાય છે કે પાણીપતના ત્રીજા યુદ્ધમાં ઠંડી પણ મરાઠાઓના હારવામાં અહેમ હતી. તેણે તે સમયે ફક્ત દિલ્હીના આસપાસના ક્ષેત્રોમાં પણ પોતાના પગ પેસારો કરી લીધો હતો અને સતત આગળ વધી રહ્યા હતા.

દિલ્હામાં તે દરમિયાન કરોડોની સંપત્તિ લૂટવાની સાથે જ અબ્દાલી પાડોશી શહેર મેરઠ, વ્રજ, આગ્રાને પણ નિશાને લીધા. અબ્દાલી દ્વારા મથુરા અને વ્રજની લૂંટ ખૂબ જ ક્રૂક અને બર્બર હતી. તેણે દિલ્હીથી સટી આસપાસના નાના રાજ્યના જાટની રિયાસતોને પણ લૂંટવાનો મન બનાવી લીધો. અહમદ શાહ અબ્દાલીની સેનાના આક્રમણકારિઓએ ત્યારે અનેક ક્ષેત્રોમાં લૂંટ મચાવી અને તેમની ક્રૂરતા એટલી વધારે હતી કે વિરોધ કરનારા કોઈપણ વ્યક્તિને છોડતાં ન હતા અને મૃત્યુના ઘાટ ઉતારી દેતા હતા.

અહમદશાહે પોતાના બે સરદારોના નેતૃત્વમાં 20 હજાર પઠાણ સૈનિકોને મથુરા લૂંટવા માટે મોકલ્યા હતા. કહેવામાં આવે ચે કે તે દરમિયાન તેણે કહી દીધું કે જે સનિક જેટલું વધારે લૂંટશે, તે તેનું જ થઈ જશે. તેના પછી સૈનિકોએ ક્રૂરતાથી લોકો પર હૂમલો કર્યો અને કેટલાય કિલોમીટર સુધી કોઇપણ વ્યક્તિ જીવતો ન રહ્યો.

આ પણ વાંચો : Happy Birthday Virat Kohli: એક પ્રેમાળ પુત્ર સાથે છે આઈડિયલ પતિ

મહત્વની વાત એ છે કે અફઘાનિસ્તાનનો અહમદ શાહ અબ્દાલી ફક્ત લૂંટેરો જ નહીં, પણ એક કૂટનૈતિક શાસક પણ હતો. કેટલીય હિન્દૂ-મુસ્લિમ શાસકો સાથે તેમના મૈત્રીના સંબંધો હતા. અબ્દાલીએ દિલ્હીથી શરૂ કરીને આગ્રાસુધી પોતાનો આતંક મચાવી રાખ્યો હતો.

bollywood bollywood news bollywood gossips sanjay dutt