અમારા જમાનામાં પહેલાં ભણવાનું અને પછી રમવાનું રહેતું, હવે ઊંધું છે

11 December, 2014 05:44 AM IST  | 

અમારા જમાનામાં પહેલાં ભણવાનું અને પછી રમવાનું રહેતું, હવે ઊંધું છે



હાલમાં ચાલી રહેલી ઇન્ટરનૅશનલ ટેનિસ પ્રીમિયર લીગમાં ઇન્ટરનૅશનલ પ્લેયર્સને મળ્યા બાદ ૭૨ વર્ષના પીઢ ઍક્ટરે કહ્યું હતું કે વિવિધ રમતગમતના આવા લીગ-રમતોત્સવથી દેશની એકતા મજબૂત થાય છે.

ટ્વિટરના માધ્યમથી બિગ બીએ કહ્યું હતું કે ‘દેશભરમાં કેટલીયે સ્ર્પોટ-લીગ્સ છે. અદ્ભુત, અવર્ણનીય... જિંદગીમાં ક્યારેય આપણી આસપાસ આટલી રમતગમતો જોવા નથી મળી. જોકે ગંભીરતાથી કહું તો સ્ર્પોટ-લીગ્સના કારણે ટૅલન્ટ્સને ચાન્સ મળે છે અને દેશની એકતા મજબૂત થાય છે.’પોતાનું બચપણ વાગોળતાં અમિતાભ બચ્ચને લખ્યું હતું કે અમારા સમયમાં એવું હતું કે પહેલાં સ્ટડી પછી રમવાનું. હવેના સમયમાં પહેલાં રમવાનું, તમને સ્ટડી કરાવવાવાળા આવશે.અભિષેક બચ્ચન ઇન્ડિયન સુપર લીગની ચેન્નયિન ફૂટબૉલ ક્લબ અને પ્રો કબડ્ડી લીગની જયપુર પિન્ક પૅન્થર્સ એમ બે ટીમનો માલિક છે.