પરિવારમાં કોણ કલેશ કરે છે એ વિશે વિકીએ કહ્યું... ઘરમાં કોઈ એક વ્યક્તિ કાયમ કલેશ નથી કરતી

13 July, 2024 08:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિકી કૌશલ અને કૅટરિના કૈફનાં લગ્ન ૨૦૨૧માં થયાં હતાં.

વિકી કૌશલ

વિકી કૌશલ મુજબ તેના ઘરમાં માત્ર એક વ્યક્તિ કલેશ નથી કરતી. સમય-સમય પર બધાનો વારો આવે છે. વિકી કૌશલ અને કૅટરિના કૈફનાં લગ્ન ૨૦૨૧માં થયાં હતાં. વિકી હંમેશાંથી તેની વાઇફ કૅટરિનાની પ્રશંસા કરતો રહે છે. તેને પૂછવામાં આવ્યું હતું કે પરિવારમાં સૌથી વધુ કલેશ કોણ કરે છે? તો એનો જવાબ આપતાં વિકી કહે છે, ‘મારા ઘરમાં વારાફરતી બધાનો કલેશ કરવાનો સમય આવે છે. માત્ર કોઈ એક જ વ્યક્તિ કલેશી નથી. એવું નથી કે મારો ભાઈ સની, મમ્મી કે પાપા કે હું કે પછી કૅટરિના કલેશ કરે છે. કોઈ પર્મનન્ટ કલેશી નથી. દરેકનો સમય આવે છે અને જ્યારે પણ એવું થાય તો એ વ્યક્તિને પૂરતી સ્પેસ આપવામાં આવે છે.’

vicky kaushal bollywood news bollywood gossips bollywood entertainment news katrina kaif