ધોનીની દીકરીને મળેલી ધમકી વિશે લીધેલી ઍક્શનને વધાવી માધવને

14 October, 2020 09:26 PM IST  |  Mumbai | Mumbai Correspondent

ધોનીની દીકરીને મળેલી ધમકી વિશે લીધેલી ઍક્શનને વધાવી માધવને

ધોનીની દીકરીને મળેલી ધમકી વિશે લીધેલી ઍક્શનને વધાવી માધવને

મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝિવાનો બળાત્કાર કરવાની ધમકી આપનાર ૧૬ વર્ષના છોકરાને ગુજરાતમાં ડીટેઇન કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ સામે હારી ગઈ હતી ત્યાર બાદ આ છોકરાએ ધોનીની નાની દીકરી માટે ધમકી આપી હતી. આ વિશે આર. માધવને ટ્વીટ કર્યું હતું કે ‘મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી વિશે આપવામાં આવેલી ધમકી વિશે એક ટીનેજરને ડીટેઇન કરવામાં આવ્યો છે. પોલીસે ખૂબ સારું કામ કર્યું છે. આ ફેસલેસ મૉન્સ્ટર સામે કાયદાનો અને ભગવાનનો પાવર દેખાડવાનો સમય આવી ગયો છે. તેઓ ઇન્ટરનેટ પર તેમનાથી જે શક્ય હોય એ કહી શકે એવું નથી. તેઓ ટીનેજર હોય તો પણ તેમને છોડવામાં નહીં આવે.’

r. madhavan bollywood bollywood news bollywood gossips mahendra singh dhoni