22 January, 2026 11:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`ઓ રોમિયો`ના ટ્રેલર લૉન્ચમાં હાજર રહેલી સ્ટારકાસ્ટની તસવીરો
શાહિદ કપૂર, તૃપ્તિ ડિમરી અને નાના પાટેકર અભિનીત ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર ગઈ કાલે લૉન્ચ થઈ ગયું છે. જોકે આ ઇવેન્ટમાં થોડી સમસ્યા સર્જાઈ ગઈ હતી અને નાના પાટેકર ટ્રેલર રિલીઝ થાય એ પહેલાં જ ઇવેન્ટ છોડીને ચાલ્યો ગયો હતો.
રિપોર્ટ પ્રમાણે નાના પાટેકર ઇવેન્ટના સમય મુજબ બપોરે લગભગ ૧૨ વાગ્યે સ્થળ પર પહોંચી ગયો હતો, જ્યારે શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી બપોરે દોઢ વાગ્યે આવ્યાં. હકીકતમાં બન્ને ઍક્ટર્સ નજીકના થિયેટરમાં ફિલ્મનાં પોસ્ટર લૉન્ચ ઇવેન્ટમાં હાજરી આપી રહ્યાં હતાં, જેના કારણે તેઓ ટ્રેલર-લોન્ચ માટે મોડાં પડ્યાં. આ સંજોગોમાં લગભગ દોઢ કલાક સુધી રાહ જોવાને કારણે નાના પાટેકર નિરાશ થઈ ગયો અને ટ્રેલર લૉન્ચ પહેલાં જ સ્થળ છોડીને ચાલ્યો ગયો હોવાનું કહેવાય છે.