નિસા પોણાસાત લાખનો લેહંગો પહેરીને પહોંચી ફ્રેન્ડનાં મૅરેજમાં

01 May, 2025 06:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉલીવુડ-સેલિબ્રિટી મોટા ભાગે ડિઝાઇનર વસ્ત્રો જ પહેરતા હોય છે જેની કિંમત ઘણી વધારે હોય છે. હાલમાં અજય દેવગન અને કાજોલની દીકરી નિસા દેવગન પણ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો મોંઘોદાટ પિન્ક બ્રૉકેડ લેહંગો પહેરીને એક ફ્રેન્ડનાં લગ્નમાં પહોંચી હતી.

નિસા દેવગન

બૉલીવુડ-સેલિબ્રિટી મોટા ભાગે ડિઝાઇનર વસ્ત્રો જ પહેરતા હોય છે જેની કિંમત ઘણી વધારે હોય છે. હાલમાં અજય દેવગન અને કાજોલની દીકરી નિસા દેવગન પણ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલો મોંઘોદાટ પિન્ક બ્રૉકેડ લેહંગો પહેરીને એક ફ્રેન્ડનાં લગ્નમાં પહોંચી હતી.

નિસાની આ તસવીર મનીષ મલ્હોત્રાએ પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર શૅર કરી છે. આ તસવીરોમાં નિસાએ ખૂબસૂરત બારીક એમ્બ્રૉઇડરી કરેલો હૅન્ડવુવન બ્રૉકેડનો લેહંગો પહેર્યો છે અને એની સાથે ગોલ્ડન રંગનું સ્લીવલેસ બ્લાઉઝ સ્ટાઇલ કર્યું છે. દુપટ્ટા પણ લેહંગાના ફૅબ્રિકનો જ છે અને એના પર સુંદર ગોલ્ડન લેસ લાગી છે. મળતી માહિતી પ્રમાણે મનીષ મલ્હોત્રાના આ પિન્ક બ્રૉકેડ લેહંગા સેટની કિંમત ૬.૭૫ લાખ રૂપિયા જેટલી છે. આ આઉટફિટ સાથે નિસાએ ગોલ્ડન હાર અને મૅચિંગ ડ્રૉપુ ઇઅરરિંગ્સ પહેર્યાં છે એ પણ મનીષ મલ્હોત્રાની બ્રૅન્ડનાં જ છે.

નિસા કરી રહી છે હિરોઇન બનવાની તૈયારી?
જ્યારે બીજા સ્ટાર્સનાં સંતાનો બૉલીવુડમાં પોતાની કરીઅર બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે હવે એવી ધારણા બાંધવામાં આવે છે કે અજય અને કાજોલની મોટી દીકરી નિસા પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે. જોકે આ મામલે નિસાની મમ્મી કાજોલે મોટો ખુલાસો કર્યો હતો કે ‘નિસા બૉલીવુડમાં ડેબ્યુ કરવાની નથી. મને નથી લાગતું કે તે બૉલીવુડમાં કામ કરવા માગે છે. તે  બાવીસ વર્ષની થવાની છે અને મને લાગે છે કે તેણે મનમાં નક્કી કરી લીધું છે કે તે હમણાં ઍક્ટિંગ નહીં કરે.’

જોકે કાજોલનો આ દાવો પોકળ સાબિત થશે એવું લાગે છે, કારણ કે નિસાની તસવીરો પોસ્ટ કરતી વખતે મનીષ મલ્હોત્રાએ કૅપ્શન લખી હતી, ‘નિસા, સિનેમા તારી રાહ જોઈ રહ્યું છે.’ 
જોકે તેની આ કમેન્ટ પર કાજોલે હાર્ટ ઇમોજી મૂકીને પ્રતિભાવ આપ્યો છે. આના પરથી લાગે છે કે નિસા હાલમાં  હિરોઇન બનવાની તૈયારી કરી રહી છે. 

nysa devgn kajol ajay devgn manish malhotra bollywood buzz bollywood bollywood news entertainment news