આખરે મારી પણ પહેલી ડેટિંગ રૂમર આવી : નુસરત

05 May, 2023 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હની સિંહનું હાલમાં જ બ્રેકઅપ થયું છે અને તેથી જ આ બન્ને ડેટ કરી રહ્યાં હોય એવી ચર્ચા ચાલી રહી છે

યો યો હની સિંહ અને નુસરત ભરૂચા

નુસરત ભરૂચાનું કહેવું છે કે આખરે તેની પણ પહેલી ડેટિંગ રૂમર આવી છે. તે હાલમાં જ યો યો હની સિંહ સાથે જાહેરમાં જોવા મળી હતી. તેમણે ‘સૈયાં જી’ ગીતમાં સાથે કામ કર્યું છે. તેઓ જ્યારે જાહેરમાં જોવા મળ્યાં ત્યારે તેમણે એકમેકનો હાથ પકડી રાખ્યો હતો. હની સિંહનું હાલમાં જ બ્રેકઅપ થયું છે અને તેથી જ આ બન્ને ડેટ કરી રહ્યાં હોય એવી ચર્ચા ચાલી રહી છે. આ વિશે નુસરતે કહ્યું કે ‘આ મારી લાઇફની પહેલી ડેટિંગ રૂમર છે. હું ગમે ત્યાં પણ ગઈ હોઈશ, પરંતુ કોઈ દિવસ મારી ડેટિંગ રૂમર નહોતી ફેલાઈ. એટલા માટે પણ હશે, કારણ કે હું કોઈને ડેટ નહોતી કરી રહી. જોકે આ વખતે આ અફવા આવી ત્યારે મને થયું કે આખરે મારી પણ ડેટિંગ રૂમર આવી. લોકો મને હવે રૅપિડ ફાયરમાં સવાલ પૂછશે ત્યારે હું પણ કહી શકીશ કે મારી ડેટિંગ રૂમર આવી હતી.’

entertainment news bollywood news bollywood gossips bollywood nushrat bharucha yo yo honey singh