હવે રેખા અને સંજય દત્ત પણ ટીવી પર

03 August, 2020 10:57 PM IST  |  Rajkot | Agencies

હવે રેખા અને સંજય દત્ત પણ ટીવી પર

સંજય દત્ત, રેખા

સ્ટાર અને ડિઝની એક થયા પછી હવે સ્ટાર ભારત પર તમામ નવા શો કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એવા સમયે બહાર આવ્યું છે કે ચૅનલના એક રિયલિટી શોમાં સંજય દત્ત અને રેખા પણ જોડાઈ રહ્યાં છે. આ બન્ને ઍક્ટર જજ બનશે. આ અગાઉ રેખાએ ક્યારેય ટીવી પર કામ કર્યું નથી, જ્યારે સંજય દત્તે ‘બિગ બૉસ’ની એક સીઝન હોસ્ટ કરી હતી, પણ એ પછી તેણે કોઈ શો હોસ્ટ કર્યો નહોતો.
રેખાએ ટીવી પર આવવાનું ક્યારેય વિચાર્યું નહોતું, પણ સ્ટાર ભારતે જ્યારે ઑફર મૂકી ત્યારે શોનું ફૉર્મેટ જોઈને તેણે નક્કી કર્યું કે તે આ શો સાથે જોડાશે. રેખા અને સંજય દત્તે અગાઉ સાથે કામ પણ નથી કર્યું. સંજય દત્ત પાસે અત્યારે ફિલ્મો ઓછી છે અને જે ફિલ્મો છે એનું શૂટ હમણાં શરૂ થવાનું નથી એટલે તેણે આ ટાઇમનો સદુપયોગ કરવાના હેતુથી શો કરવાની હા પાડી છે.

bollywood bollywood news bollywood gossips sanjay dutt rekha