હવે કંગના રનોટ vs કુનાલ કામરા?

17 September, 2020 03:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

હવે કંગના રનોટ vs કુનાલ કામરા?

કુનાલ કામરા અને કંગના રનોટ

કોમેડિયન કુનાલ કામરા(Kunal Kamra)એ અભિનેત્રી કંગના રનોટ(Kangana Ranaut)ની સરખામણી સદગુરુ સાથે કરતા કંગનાએ વળતો જવાબ આપ્યો હતો. આની શરૂઆત થઈ જ્યારે કંગનાએ શો બિઝનેસને ‘ઈનટોક્સીકેટિંગ’ (નશીલો) અને ‘મેક બિલીવ’ (ભ્રમ) ગણાવીને આધ્યાત્મિક મદદની જરૂર હોવાનું ગણાવ્યું હતું.

કામરાએ મસ્તીમાં ટ્વીટ કરી કે, મને આશ્ચર્ય છે કે તમારા જેવી સ્ટ્રોંગ મહિલાને ‘y’ સિક્યોરિટી મળી રહી છે, જે માણસો તમને પોતાનો હેતુ સિદ્ધ કરવા તમને સુરક્ષા આપી રહ્યા છે.

આ સામે કંગનાએ વળતો જવાબ આપ્યો કે, લોકશાહીમાં ક્રાંતિકારી અવાજનું રક્ષણ કરવાનું બંધારણ માટે ફરજિયાત છે. અહીં આ કિસ્સામાં તમે જોઈ શકો છો કે તેજસ્વી લોકશાહીના બે પાસા એક ‘રક્ષણકર્તા’ અને બીજો ‘રક્ષિત’ જોઈ શકો છો. તું તેને સર્જતો નથી. આ દેશ માટે કંઈક કરી છુટો.

શિવસેના સાથેનું ટેન્શન વધતા કંગના રનોટ મુંબઈ છોડીને મનાલી પહોંચી ગઈ હતી.

kangana ranaut twitter