EXCLUSIVE:પ્રનૂતન અને ઝ'હીરો' ખોલે છે, પોતાના નામ પાછળના રાઝ

22 March, 2019 03:45 PM IST  |  | ભાવિન રાવલ

EXCLUSIVE:પ્રનૂતન અને ઝ'હીરો' ખોલે છે, પોતાના નામ પાછળના રાઝ

સલમાન ખાન પ્રોડક્શનની રોમેન્ટિક લવસ્ટોરી 'નોટબુક' આગામી સપ્તાહે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ દ્વારા નૂતનની પૌત્રી અને મોહનીશ બહલની પુત્રી પ્રનૂતનની સાથે સાથે ઝહીર ઈકબાલ ડેબ્યુ કરી રહ્યા છે. ત્યારે gujaratimidday.comએ આ બંને એક્ટર સાથે ખાસ વાતચીત કરી છે. વાતચીત દરમિયાન બંને એક્ટર્સ તેમના નામનો રાઝ ખોલે છે, સાથે જ શૂટિંગના અનુભવો વાગોળે છે. વાંચો શું કહે છે પ્રનૂતન અને ઝહીર ઈકબાલ.

પ્રનૂતન આ નામ કોણે રાખ્યું, નામ પાછળની કોઈ ખાસ સ્ટોરી ?

નામ પાછળની કોઈ ખાસ સ્ટોરી તો નથી, પણ મારા દાદા ઈચ્છતા હતા કે દાદી નૂતનને મળતું કોઈ નામ રાખીએ. આખરે બધાએ ભેગા થઈને પ્રનૂતન નક્કી કર્યું.

લૉની ડિગ્રી લીધી છે, તો એક્ટિંગમાં કેમ ? દાદી એક્ટર હતા, પપ્પા એક્ટર છે એટલે ?

(હસી મજાક કરતા કહે છે) તમારે એ પુછવું જોઈએ કે એક્ટિંગ સિવાય તમે શું કરી શકો છો. (પછી કહે છે) ના ના, મારે પહેલાથી એક્ટિંગ જ કરવી હતી. પરંતુ એક લેવલ સુધી ભણવું જરૂીર હતું. એટલે મેં ગ્રેજ્યુએશન લૉમાં કર્યું. પણ આખરે મારા ગમતા કામ એક્ટિંગ પાસે પહોંચી ગઈ.

તમારા દાદી નૂતન સુપર્બ એક્ટ્રેસ હતા, વળી તમારા નામમાં પણ તેમની ઝલક છે, તો દાદી સાથે કમ્પેરિઝનનો ડર છે ?

દાદી તો શાનદાર એક્ટર હતા. મારી અને તેમની કમ્પેરિઝન થઈ જ ન શકે. તેમ છતાંય જો કમ્પેરિઝન થશે તો પણ હું પોઝિટિવ રહેવાની કોશિશ કરીશ. હું મારી સ્કીલ્સ સુધારવા પર ધ્યાન આપીશ.

દાદી નૂતનની તમને ગમતી ફિલ્મ કઈ છે ?

(તરત જ જવાબ આપે છે) બંદિની

ઝહીર તમને પણ હવે ઈન્ડસ્ટ્રીમાં બધા 'ઝહીરો' જ કહે છે, તમારા ઈન્સ્ટા આઈડીના બાયોમાં પણ આ જ નામ છે. તો આ નામ ક્યાંથી આવ્યું ?

સલમાન ખાનની ફિલ્મ 'જય હો'માં હું આસિસટન્ટ ડિરેક્ટર હતો. ત્યારે સલમાન ભાઈ મને ઝહીરો કહીને બોલાવતા હતા. પછી સેટ પર બધા મને ઝહીરો કહેવા લાગ્યા. હવે તો કેટલાક લોકોને એવું જ લાગે છે કે મારું નામ જ ઝહીરો છે. તો આ નામ પણ સલમાન ભાઈની જ દેન છે.

ઝહીર તમે સલમાન ખાનને કેવી રીતે મળ્યા ? એ મોમેન્ટ કઈ હતી જ્યારે સલમાને તમને મૂવી ઓફર કરી.

બહેનના લગ્નમાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં અમે લાટે વીથ લખન નામનું સ્કૂપ બનાવ્યું હતું. લાટે વીથ લખનમાં હું મારા જીજાજીનું પાત્ર ભજવતો હતો. એ વીડિયોમાં મેં ડાન્સ કર્યો હતો જુદા જુદા 10 -12 ગીત પર. સલમાન ખાન મારા પિતાના મિત્ર છે એટલે તેઓ લગ્નમાં હાજર હતા. તેમણે આ પર્ફોમન્સ જોયું અને જ્યારે હું સ્ટેજ પરથી ઉતર્યો તો તેમણે કહ્યું કે તારે એક્ટિંગ કરવી જોઈએ. તારે કેમેરા સામે રહેવું જોઈએ. તુ જે કરે છે એ છોડી તે. તને હું ટ્રેઈન કરી હું લોન્ચ કરીશ. બસ આ રીતે કહી શકાય કે ચમત્કારની માફક જ સલમાન ભાઈ મને બોલીવુડ લઈ આવ્યા.

સલમાન જેને લૉન્ચ કરે તેની કરિયર બની જાય છે, તમારી ફિલ્મ પણ સલમાન પ્રોડ્યુસ કરી રહ્યા છે. તો કેવું લાગે છે ?

ઝહીરઃ મારામાં સલમાન ભાઈએ કંઈક જોયું છે. એનાથી જ મને કોન્ફીડન્સ આવે છે. મારું એક્સાઈટમેન્ટ લેવલ ખૂબ જ ઉપર છે. હું ગ્રેટફુલ ફીલ કરું છું. હું આજે જે છું તેના માટે ભગવાનનો આભાર માનું છું.

પ્રનૂતનઃ હું ખૂબ જ એક્સાઈટ છું. ગ્રેટફૂલ ફીલ કરું છે કે સલમાને મારામાં વિશ્વાસ મૂક્યો. તેમની સાથે કામ કરવાની મજા આવે છે. મેં તેમને ક્યારેય પ્રોડ્યુસર તરીકે જોયા જ નથી. તે માર મેન્ટર છે. મને શીખવે છે ટિપ્સ આપે છે.

તમારા બંનેની પહેલી ફિલ્મ છે, તો કેવું લાગ્યુ. પ્રેશર હતું કે નર્વસનેસ હતી. સેટ પર કેવું વાતાવરણ હતું ?

ઝહીરઃ શૂટ શરૂ થયું ત્યાં સુધી અમે નર્વસ હતા, પહેલા શોટ સુધી નર્વસ હતા. એક્ટિંગ શીખવા નીતિન કક્કરે 4 મહિનાનો વર્કશોપ રાખ્યો હતો, જેમાં તે પોતે પણ આવતા હતા. આ 4 મહિનામાં એટલી તૈયારી કરી કે પહેલા શોટ વખતે કમ્ફર્ટેબલ હતા. તોય પહેલા શોટ વખતે પેટમાં પતંગિયા તો ઉડતા જ હતા. પણ મજા ખૂબ આવી. ત્યારે જ મને ખબર પડી કે હું આ જ કરવા માટે જન્મયો છું.

પ્રનૂતન: પ્રેશર હતું અને નર્વસનેસ તો રહે જ છે. પણ ડિરેક્ટર્સ અને ટીમ ખૂબ જ સપોર્ટિવ હતી. એટલે આસાનીથી અમે કેમેરા સામે એક્ટિંગમાં ઢળી ગયા.

પ્રનૂતન તમે પહેલીવાર કાશ્મીર આ ફિલ્મના શૂટિંગ માટે જ ગયા. કેવું લાગ્યું તમને ? ખાસ કરીને પુલવામા એટેક પર તમે શું કહેશો.

પ્રનૂતન કહે છે મારું ફેવરેટ ડેસ્ટિનેશન કુલ્લુ મનાલી છે. કાશ્મીર પણ મને ખૂબ જ ગમ્યું. ત્યાંના લોકો ખૂબ જ સારા છે. હું શહીદોના પરિવારને તાકાત અને હિંમત માટે પ્રાર્થના કરું છું. મને શૂટિંગ વખતે ક્યારેય ડર નહોતો લાગ્યો. બે મહિના અમે ત્યાં રહ્યા. ક્યારેય એવું નથી લાગ્યું કે ડેન્જર જગ્યાએ છીએ. ત

પ્રતનૂનત ઝહીર ઈકબાલ તમને સેટ પર કોફી પણ પીવડાવતા હતા, તમે તેમને એક્ટરમાંથી આસિટન્ટ બનાવી દીધા, આ વાત સાચી છે

(સવાલન જવાબ ઝહીર આપે છે) એમાં એવું હતું કે બે દિવસ મારે રજા દરમિયાન હું એડી હતો. ત્યારે હું ક્લેપ માર્ક્સ આપતો હતો. એડી હંમેશા એક્ટર્સને પૂછતા હોય છે, કે તમે કમ્ફર્ટેબલ છો કે નહીં હું પણ નૂતનને પૂછતો હતો. નૂતન મારી મિત્ર છે હું હંમેશા તેમનું ધ્યાન રાખવા તેમને કમ્ફર્ટેબલ રાખવા ઈચ્છું છું. તો નૂતન ને હું કોફી પીવડાવતો હતો. પણ નૂતન સાથે કામ કરવાની ખૂબ મજા પડી. મારે નીતિન સરને આસિસ્ટ કરવા હતા.

(નૂતન પણ કહે છે સ્માઈલ સાથે) ઝહીર ખૂબ જ મસ્ત છોકરો છે. તે બધાનું ખૂબ જ ધ્યાન રાખે છે. તેનો સ્વભાવ ખૂબ જ સરસ છે.

નીતિન કક્કર સાથેનો અનુભવ કેવો રહ્યો. ?

ઝહીરઃ નીતિન સરે મારી પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી છે, એ માટે હું ખુશ છુ. ડિરેક્ટર ગમે તે વ્યક્તિ બની શકે છે. પણ નીતિન સર એક સ્ટોરી ટેલર છે. તેઓ ફિલ્મને ઈન્ટ્રેસ્ટેડ રાખે છે. હું તેમની સાથે રહીને ઘણું શીખ્યો છું. તે મારા માટે સ્પેશિયલ વ્યક્તિ છે.

પ્રનૂતનઃ મારી જિંદગીનો ખૂબ જ સુંદર અનુભવ છે. હું લકી છું કે તેમના જેવા પેશનેટ ડિરેક્ટર મારી પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી છે.

ફ્લોટિંગ સેટનો આઈડિયા કોનો હતો ?

ઝહીરઃ ફિલ્મની સ્ટોરી માટે એ જરૂરી હતું કે સ્કૂલ ત્યાં હોય જ્યાં કોઈ પહોંચી ન શકે. એટલે લેક વચ્ચે સેટ બનાવવા ઈચ્છતા હતા. આખો સેટ ડ્રમ્સ પર તરતો સેટ હતો . ઉર્વી અને શિપ્રાએ કમાલનો સેટ બનાવ્યો હતો. અમે પ્રયત્ન કર્યો હતો કે ગવર્નમેન્ટને કહીને સેટ યતાવથ્ રાખી શકાય પણ એ શક્ય ન બન્યું. છેલ્લે સેટ તૂટ્યો ત્યારે અમે સેન્ટી થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ફિલ્મ નોટબુકમાં કેમ નિતિન કક્કડે બન્ને લીડ એક્ટર્સને વાત ન કરવા કહ્યું

પ્રનૂતન અને ઝહીર ઈકબાલની નોટકુબ 29 માર્ચે થિયેટર્સમાં આવી રહી છે. બંનેની શૂટિંગ ડાયરી કંઈક આવી રહી છે. હવે ફિલ્મ જોઈને તમે નક્કી કરજો કે બંને એક્ટર્સની એક્ટિંગ કેવી છે.