ઘાયલની સીક્વલમાં સનીની હિરોઇન છે સોહા અલી ખાન

17 December, 2014 06:04 AM IST  | 

ઘાયલની સીક્વલમાં સનીની હિરોઇન છે સોહા અલી ખાન


લાંબા સમયથી ડીલે થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ ફાઇનલી સનીએ શરૂ કરી દીધું છે. સની દેઓલની પહેલી ફિલ્મ ‘ઘાયલ’ જ્યાં પૂરી થાય છે ત્યાંથી જ આ સીક્વલ આગળ વધતી હોવાથી સોહાએ પહેલી ફિલ્મના મીનાક્ષી શેષાદ્રિના રોલને જ આગળ વધારવાનો નથી, પણ તેની એન્ટ્રી સીક્વલમાં સાવ નવી ગણાશે અને વાર્તા પણ બન્નેની એકદમ જુદી છે.

મજાની વાત એ છે કે સની પોતાની છેલ્લી કેટલીક ફિલ્મોથી લીડ ઍક્ટ્રેસનાં નામોને કારણે હંમેશાં ચર્ચામાં રહ્યો છે. ‘સિંહ સાબ ધ ગ્રેટ’માં સનીની સામે ઉર્વશી રૌતેલા હતી તો ‘યમલા પગલા દીવાના ૨’માં ઑસ્ટ્રેલિયન મૉડલ અને ટીનેજર ક્રિસ્ટીના અખીવાને સાઇન કરવામાં આવી હતી.

‘ઘાયલ’ની સીક્વલની અનાઉન્સમેન્ટ થયા પછી પણ લાંબા સમયથી શૂટિંગ શરૂ ન થઈ રહ્યું હોવાથી સનીની ઇચ્છા નહોતી કે ફિલ્મના કાસ્ટિંગ વિશે બહુ બઢાવીચડાવીને અત્યારે જાહેરાત કરવામાં આવે.