હું કંઈ એક ઇલેક્શન માટે પૉલિટિક્સમાં નથી આવી : ગુલ પનાગ

20 May, 2014 06:20 AM IST  | 

હું કંઈ એક ઇલેક્શન માટે પૉલિટિક્સમાં નથી આવી : ગુલ પનાગ




અરવિંદ કેજરીવાલની AAPની ટિકિટ પર ચંડીગઢમાં ઉમેદવારી નોંધાવનારી ઍક્ટ્રેસ ગુલ પનાગ ઇલેક્શનમાં BJPની કૅન્ડિડેટ અને ઍક્ટ્રેસ કિરણ ખેર સામે હારી ગઈ છે, છતાં તેણે નક્કી કરી લીધું છે કે પોતે AAP સાથે પોતાની પૉલિટિકલ કરીઅર આગળ વધારશે. ગુલ પનાગે કહ્યું હતું કે ‘હું એક ઇલેક્શન માટે પૉલિટિક્સમાં નહોતી આવી. હું ચોક્કસપણે લાંબા સમય સુધી પૉલિટિક્સમાં જોડાયેલી રહેવાની છું.’

પોતાની હારથી ગુલ સહેજ પણ વિચલિત નથી થઈ. તેણે કહ્યું હતું કે ‘ચંડીગઢના લોકોએ BJPને ક્લીન જીત આપી છે અને એ પછી જેકોઈ રિઝલ્ટ આવ્યું છે એને હું સ્વીકારું છું. ચંડીગઢની જનતાએ જે સાથ-સહકાર આપ્યો એની હું આભારી છું.’

ગુલ પનાગે AAP સાથે જ પોતાની પૉલિટિકલ કરીઅરની શરૂઆત કરી છે. ગુલે કહ્યું હતું કે ‘અમારે માટે યુનિયન ટેરિટરીનું આ પહેલું ઇલેક્શન હતું અને એમાં અમે એક ચતુર્થાંશ મત મેળવી શક્યા એ સારી વાત છે. મને લાગે છે કે અમે કહેલી વાત કોઈ અવગણી ન શકે.’

બૉલીવુડમાં ખાસ કાંઈ ઉકાળી ન શકેલી ગુલ પોતાની પૉલિટિકલ કરીઅર માટે બહુ આશાવાદી છે. ગુલે કહ્યું હતું કે અમે ચંડીગઢના લોકો માટે કામ કરતા રહેવાના છીએ અને ભ્રષ્ટાચાર માટેની અમારી જે લડત છે એ પણ ચાલુ રહેવાની છે.