સોનાક્ષી સિંહા સાથે ડેટિંગની વાતને અજુર્ન કપૂરે આપ્યો રદિયો

10 October, 2014 05:55 AM IST  | 

સોનાક્ષી સિંહા સાથે ડેટિંગની વાતને અજુર્ન કપૂરે આપ્યો રદિયો


અજુર્ને પોતે સોનાક્ષી સાથે ડેટિંગ હોવાની વાતને રદિયો આપ્યો છે. એક જ સ્કૂલમાં ભણનારાં અજુર્ન અને સોનાક્ષી નાનપણથી સારા મિત્રો છે એ વાત જગજાણીતી છે. આ ઍક્ટરો પોતાના કૉમન ફ્રેન્ડ્સના ગ્રુપ સાથે સારોએવો સમય વેકેશનમાં વિતાવતા હોય છે. વળી થોડા સમય પહેલાં આ ફ્રેન્ડ્સ સાથે અજુર્ન વેકેશન વિતાવવા ઇસ્તનબુલ ગયો હતો જ્યાં સોનાક્ષી પહેલાંથી જ કંઈક કામ માટે ગઈ હતી. આ અચાનક બનેલા પ્રસંગને કારણે તેમની વચ્ચે ડેટિંગ થઈ રહ્યું હોવાની વાત ઊડી હતી.