Happy Birthday: સુરીલા અવાજ અને અંદાજનું સંગમ એટલે નૂર જહાં

21 September, 2020 01:58 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Happy Birthday: સુરીલા અવાજ અને અંદાજનું સંગમ એટલે નૂર જહાં

નૂર જહાં (તસવીર સૌજન્ય સિનેસ્તાન ડૉટ કૉમ)

સુરીલા અવાજની સાથે સુંદરતાનો ઓપ એટલે નૂર જહાંનું સાચ્ચું નામ અલ્લાહ રાખી વસાઇ હતું, 1930થી 1990 સુધી એટલે કે સાત દાયકા સુધી તેણે પોતાના જાદુઇ અવાજથી દર્શકોનું મન જીતી લીધું હતું. નૂર (Noor Jehan) જહાંને પાકિસ્તાન (Pakistan)માં મલ્લિકા-એ-તરન્નુમ (Mallika e Tarannum)નો ખિતાબ મળ્યો હતો. 21 સપ્ટેમ્બર 1926ના જન્મેલી નૂર જહાંનું 23 ડિસેમ્બર 2000ની સાલમાં નિધન થયું.

ભાગલા બાદ નૂર જહાં પાકિસ્તાન ગઈ હતી. તે સમયે તે ભારતની પણ જાણીતી ગાયિકા અને અભિનેત્રી હતી. દોસ્ત, ઝીનત, બડી માઁ, જુગનૂ, ખાનદાન જેવી ફિલ્મો દ્વારા ભારતના ઘર ઘરમાં જાણીતી થઈ ગઈ હતી. નૂર જહાંએ મહાન બનવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને પોતાની શરતો પર જીવન જીવ્યું હતું. તેના જીવનમાં સારા અને ખરાબ બન્ને પાસાં જોયા છે. તેમણે લગ્ન કર્યા, ડિવૉર્સ પણ કર્યા, પ્રેમ સંબંધો બનાવ્યા, નામ કમાવ્યું અને પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં અસહ્ય તકલીફ સહી.

એક ન્યૂઝ એજન્સીના લેખ પ્રમાણે ફરીદા ખાનમ જે કે નૂર જહાંની કાર જ્યારે છોકરાઓ સામેથી પસાર થતી ત્યારે થોડીક ધીમી થઈ જતી હતી. જેથી બન્ને લોકપ્રિય અને જાણીતી ગાયિકાઓ તે નવયુવાન છોકરાઓને મન ભરીને જોઇ શકે. ગીત રેકૉર્ડ કરતી વખતે નૂર જહાં સંપૂર્ણ ધ્યાન, તન-મનથી રેકૉર્ડિંગ કરતી હતી. દરેક નવયુવાન છોકરાને જોઇને તેમનું હ્રદય ધબકવા માંડતું હતું.

ભાગલા બાદ પાકિસ્તાન જવાથી તેમની ગાયિકીએ અનેક ઉંચાઇઓ સિદ્ધ કરી. નૂર જહાં અને નજર મોહમ્મદના કિસ્સા આજે પણ જાણીતા છે. કહેવામાં આવે છે કે પાકિસ્તાનના ટેસ્ટ ક્રિકેટર નજર મોહમ્મદનું ટેસ્ટ કરિઅર સમય પહેલા જ નૂર જહાંને કારણે ખતમ થઈ ગયું. કહેવામાં આવે છે કે ફરી એકવાર તેમને અને નજર મોહમ્મદને નૂરના પતિએ એક રૂમમાં સાથે જોયા હતા. ત્યારે નજરે પહેલા માળથી કૂદકો મારી દીધો હતો, જેના કારણે તેનો હાથ તૂટી ગયો. એવામાં તેને સમય પહેલા જ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયર થવું પડ્યું.

bollywood bollywood news bollywood gossips happy birthday