બૉલીવુડમાં કોઈને પણ ‘KGF: ચૅપ્ટર 2’ નથી પસંદ પડી : રામ ગોપાલ વર્મા

05 September, 2022 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘KGF: ચૅપ્ટર 2’ વિશે રામ ગોપાલ વર્માએ કહ્યું કે ‘બે ફિલ્મો ‘KGF: ચૅપ્ટર 2’ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ બકવાસ ફિલ્મો છે

રામ ગોપાલ વર્મા

રામ ગોપાલ વર્માનું કહેવું છે કે બૉલીવુડમાં કોઈને પણ ‘KGF: ચૅપ્ટર 2’ ગમી નથી. આ ફિલ્મ આ વર્ષે ૧૪ એપ્રિલે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં સાઉથનો સુપરસ્ટાર યશ, સંજય દત્ત, રવીના ટંડન અને પ્રકાશ રાજ લીડ રોલમાં હતાં. પ્રશાંત નીલે ડિરેક્ટ કરી હતી. ફિલ્મે બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી હતી. જોકે રામ ગોપાલ વર્માનું તો કંઈક અલગ જ કહેવું છે. ‘KGF: ચૅપ્ટર 2’ વિશે રામ ગોપાલ વર્માએ કહ્યું કે ‘બે ફિલ્મો ‘KGF: ચૅપ્ટર 2’ અને ‘ધ કશ્મીર ફાઇલ્સ’ બકવાસ ફિલ્મો છે. બન્ને ફિલ્મો એકબીજાથી અલગ છે. જોકે ‘KGF: ચૅપ્ટર 2’ સાથે સૌથી ખરાબ વસ્તુ એ છે કે બૉલીવુડમાં કોઈને પણ આ ફિલ્મ પસંદ નથી પડી. જો કોઈ ફિલ્મ તમને પસંદ ન હોય, પરંતુ સારો બિઝનેસ કરે તો તમે કન્ફ્યુઝ થાઓ છો. તમને ખબર નથી પડતી કે તમારે શું કરવું. બૉલીવુડના મોટા ડિરેક્ટરે મને જણાવ્યું કે ‘રામુ, મેં પાંચ વખત એ ફિલ્મ જોવાનો પ્રયાસ કર્યો પરંતુ અડધો કલાકથી પણ વધુ જોઈ શક્યો નહીં.’ એથી તમને ફિલ્મ ગમે કે ન ગમે, તમે એની સફળતા તરફ દુર્લક્ષ ન કરી શકો.

entertainment news bollywood gossips bollywood bollywood news ram gopal varma Movie Kashmir Files