11 December, 2022 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રશ્મિકા મંદાના
રશ્મિકા મંદાનાને કન્નડ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બૅન કરવામાં આવી હોવાની ચર્ચા બાદ તેણે જણાવ્યું કે કોઈ પ્રોડ્યુસરે મને બૅન નથી કરી. આ આખું પ્રકરણ ત્યારે શરૂ થયું જ્યારે રિષભ શેટ્ટીની ‘કંતારા’ની રિલીઝ બાદ તેને આ ફિલ્મ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે રશ્મિકાએ જણાવ્યું હતું કે મેં આ ફિલ્મ હજી સુધી નથી જોઈ. એથી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. રિષભના ફૅન્સ ડિમાન્ડ કરવા લાગ્યા કે તેને કન્નડ ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બૅન કરવામાં આવે. હવે એ વાત પર રીઍક્શન આપતાં રશ્મિકાએ કહ્યું કે ‘ફિલ્મ રિલીઝ થઈ એના બે-ત્રણ દિવસ બાદ મને પૂછવામાં આવ્યું હતું કે તેં ફિલ્મ જોઈ કે નહીં? હું એનો જવાબ આપી શકી નહીં. મેં હવે ફિલ્મ જોઈ છે અને ટીમને મેસેજ પણ કર્યો છે. તેમણે થૅન્ક યુનો મેસેજ પણ કર્યો હતો. દુનિયાને ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે. કોઈની પર્સનલ લાઇફ પર આપણે કૅમેરા ન રાખી શકીએ. હાલમાં તો કોઈ પ્રોડ્યુસરે મને બૅન નથી કરી.’