નિશિકાંત કામત હજી જીવે છે : રિતેષ દેશમુખ

17 August, 2020 02:41 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

નિશિકાંત કામત હજી જીવે છે : રિતેષ દેશમુખ

નિશિકાંત કામત

બપોરે 12 વાગ્યાની આસપાસથી સોશ્યિલ મિડિયા(Social Media)માં સમાચાર વાયરલ થયા કે દ્રશ્યમ(Drishyam) અને ફોર્સ(Force) ફિલ્મના ડાયરેક્ટર(Director) નિશિકાંત કામત(Nishikant Kamat)નું નિધન થયું છે. લોકોએ પણ તેમના માટે શોક વ્યક્ત કર્યો હતો. જોકે દોઢ કલાક સુધી આ ન્યૂઝ જંગલની આગની જેમ ફેલાયા બાદ ખબર પડી તે ખોટાં છે. અભિનેતા રિતેષ (Riteish Deshmukh)દેશમુખે ટ્વીટ(Tweet) કરીને સ્પષ્ટતા કરી કે કામત હજી વેન્ટિલેટર ઉપર છે.

તેમના નિધનનાં સમાચાર આવતા ડાયરેક્ટર મિલાપ ઝવેરી, એક્ટર આર માધવન અને રેણુકા શહાનેએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

સૂત્રોના કહેવા પ્રમાણે, 31મી જુલાઈએ તે હૈદરાબાદના ગચીબોવલી સ્થિત એઆઈજી હોસ્પિટલમાં દાખલ થયા છે. લીવરની બિમારી ઉપરાંત તેમને અન્ય ઈન્ફેક્શન પણ હતા. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, હૅપોટોલોજીસ્ટ અને અન્ય વરિષ્ઠ કન્સલટન્ટ્સ સમાવિષ્ટ એક ટીમ કામતની કાળજી કરી રહી છે.

ફોર્સ અને દ્રશ્યમ ઉપરાંત કામતે ઈરફાન ખાનની મદારી, જોન અબ્રાહમની રોકી હેન્ડસમ વગેરે ફિલ્મ ડિરેક્ટ કરી છે. ડોંબિવલી ફાસ્ટ અને લય ભારી જેવી મરાઠી ફિલ્મ પણ બનાવી છે. રોકી હેન્ડસમ અને મરાઠી ફિલ્મ સતચ્યા આત ગરાતમાં તેમણે પોતે એક્ટર તરીકે કામ પણ કર્યું છે.

bollywood bollywood news nishikant kamat bollywood gossips riteish deshmukh