31 October, 2026 11:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
પ્રિયંકા ચોપડાએ પતિ નિક જોનસ અને દીકરી માલતી મારી સાથે કરવા ચૌથનો તહેવાર ઊજવ્યો હતો. તેણે આ સેલિબ્રેશનની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ વખતે અભિનેત્રી માટે કરવા ચૌથનો તહેવાર ખાસ રહ્યો હતો, કારણ કે આ દિવસે તેને પતિ નિકે ખાસ સરપ્રાઇઝ આપી હતી.
પ્રિયંકાએ સોશ્યલ મીડિયા પર કરવા ચૌથની ઉજવણીની તસવીરો શૅર કરવાની સાથે લખ્યું હતું કે ‘મેં તેને ઘરે આવવાનું કહ્યું પણ નહોતું, છતાં તે ઘરે આવી ગયો... તેને ખબર હતી કે આ દિવસ મારા માટે કેટલો મહત્ત્વનો છે. તેણે પોતાની મ્યુઝિક-ટૂરનું આયોજન જ એવી રીતે કર્યું હતું કે કરવા ચૌથના દિવસે તે ઘરે રહી શકે. મારા પતિ જેવો કોઈ નથી. તમે સૌને પણ આવો જ પ્રેમ મળે એવી મારી ઇચ્છા છે. કરવા ચૌથની શુભકામનાઓ.’