News In Shorts: પાપારાઝીનો ક્લાસ કેમ લગાવ્યો વિજય વર્માએ?

02 September, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિજય વર્માએ પાપારાઝીનો ક્લાસ લગાવી દીધો હતો. એનું કારણ છે એક ફોટોગ્રાફરનો સવાલ. તમન્ના ભાટિયા મૉલદીવ્ઝમાં છે અને ત્યાંથી તેણે પોતાના ફોટો શૅર કર્યા છે.

વિજય વર્મા અને તમન્ના ભાટિયા

પાપારાઝીનો ક્લાસ કેમ લગાવ્યો વિજય વર્માએ?

વિજય વર્માએ પાપારાઝીનો ક્લાસ લગાવી દીધો હતો. એનું કારણ છે એક ફોટોગ્રાફરનો સવાલ. તમન્ના ભાટિયા મૉલદીવ્ઝમાં છે અને ત્યાંથી તેણે પોતાના ફોટો શૅર કર્યા છે. જોકે તેનો રૂમર્ડ બૉયફ્રેન્ડ વિજય વર્મા તેની સાથે હતો કે નહીં એની જાણ નથી. ૨૬ ઑગસ્ટે બન્ને સાથે જોવા મળ્યાં હતાં, પરંતુ હવે તેઓ સાથે નથી આવ્યાં. હાલમાં જ વિજય વર્મા મુંબઈ ઍરપોર્ટમાંથી બહાર નીકળતો જોવા મળ્યો હતો. તે તેની કાર તરફ જઈ રહ્યો હતો. તે પાપારાઝી સાથે વાત કરી રહ્યો હતો અને એ જ વખતે એક ફોટોગ્રાફરે તેને પૂછ્યું કે ‘મૉલદીવ્ઝ મેં સમુંદર કે મઝે લેકે આએ હો?’ 
આ સાંભળતાં જ વિજય નારાજ થઈ ગયો. એ ફોટોગ્રાફરને વિજય વર્માએ કહ્યું કે ‘ઇસ તરહ કી બાત નહીં કર સકતે.’

ઑલ સેટ ફૉર ડિસેમ્બર?...

આયુષમાન ખુરાના ડિસેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ શરૂ કરવાનો છે એવી શક્યતા છે. આ ફિલ્મને ઐશ્વર્યા રજનીકાન્ત ડિરેક્ટ કરશે. એવું જાણવા મળ્યું છે કે સૌરવ ગાંગુલીની જેમ આયુષમાન પણ લેફ્ટ હૅન્ડેડ બૅટ્સમૅન છે. એથી પ્રોડ્યુસર્સને ખાતરી છે કે આયુષમાન આ રોલ સારી રીતે ભજવી શકે છે. આ સિવાય ગાંગુલીની ફીલ્ડ પરની લાઇફની ઝીણવટથી માહિતી મેળવવાનું આયુષમાન શરૂ કરવાનો છે. આવતા મહિને મુંબઈમાં આયુષમાન ટ્રેઇનિંગ પણ શરૂ કરવાનો છે. આ રોલ માટે તે બે મહિના સુધી તૈયારી કરવાનો છે. ગાંગુલી અને આયુષમાનની મુલાકાત પણ થઈ હતી. આ ફિલ્મને લવ રંજન અને અંકુર ગર્ગ પ્રોડ્યુસ કરશે. લવ રંજને ‘પ્યાર કા પંચનામા’ને ડિરેક્ટ કરી હતી. તો અંકુર ગર્ગે ‘સ્ત્રી’ અને ‘બાલા’ને પ્રોડ્યુસ કરી છે.

આમિર ખાનની ફિલ્મ ‘ચૅમ્પિયન્સ’ને પ્રોડ્યુસ નહીં કરે ફરહાન અખ્તર?

આમિર ખાન સ્પૅનિશ સ્પોર્ટ્સ ફિલ્મ ‘ચૅમ્પિયન્સ’ની હિન્દી રીમેક બનાવી રહ્યો છે અને હવે જાણવા મળ્યું છે કે એ ફિલ્મને પ્રોડ્યુસ કરવાથી ફરહાન અખ્તર પાછળ હટી ગયો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને સલમાન ખાન કામ કરશે એવી પણ અગાઉ ચર્ચા હતી. ફિલ્મનું શૂટિંગ ઑક્ટોબરમાં શરૂ થવાનું હતું. એનું પ્રી-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું હતું. જોકે ફરહાને તેની આગામી ફિલ્મ ‘ડૉન ૩’ની જાહેરાત કરી દીધી છે. એથી તેની આ ફિલ્મ પર કોઈ માઠી અસર ન પડે એ માટે ફરહાને ‘ચૅમ્પિયન્સ’ની ના પાડી દીધી છે. તેણે નમ્રતા દેખાડતાં આમિરને પર્સનલી કૉલ કર્યો હતો અને આ ફિલ્મમાંથી હટી જવાની વાત કહી હતી. તો સામે આમિરે પણ સહમતી દર્શાવી હતી. એથી હવે આવતા વર્ષે જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ થાય એવી શક્યતા છે. ફિલ્મમાં હજી કેટલાક કલાકારોને લેવાના બાકી છે. એ માટે વધુ સમયની જરૂર છે.

bollywood news entertainment news tamannaah bhatia bollywood gossips