News In Shorts: પ્રિયંકાએ ‘બિગ બૉસ’માં જોવા મળતી તેની કઝિન મનારાને આપી શુભેચ્છા

21 October, 2023 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘બિગ બૉસ 17’માં મનારા ચોપડા જોવા મળી રહી છે. તે પ્રિયંકા ચોપડા જોનસની કઝિન છે અને એથી તેણે તેને શુભેચ્છા આપી છે. મનારાએ હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે.

પ્રિયંકાએ ‘બિગ બૉસ’માં જોવા મળતી તેની કઝિન મનારાને આપી શુભેચ્છા

પ્રિયંકાએ ‘બિગ બૉસ’માં જોવા મળતી તેની કઝિન મનારાને આપી શુભેચ્છા 

‘બિગ બૉસ 17’માં મનારા ચોપડા જોવા મળી રહી છે. તે પ્રિયંકા ચોપડા જોનસની કઝિન છે અને એથી તેણે તેને શુભેચ્છા આપી છે. મનારાએ હિન્દી, તામિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. પ્રિયંકા જ્યારે ‘મિસ વર્લ્ડ 2000’નો ખિતાબ જીતી હતી એ વખતનો ફોટો શૅર કર્યો છે અને એમાં મનારા પણ દેખાય છે. મનારા ખૂબ નાની હતી એ વખતે. બન્નેના ચહેરા પર મોટી સ્માઇલ છે. એ ફોટોને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને પ્રિયંકાએ કૅપ્શન આપી હતી, ‘નાનકડી મનારાનો જૂનો ફોટો. ગુડ લક.’

કૉમેડી ફિલ્મમાં ફરી એક વખત આમિર સાથે આવી રહી છે ફાતિમા?

આમિર ખાન તેની આગામી કૉમેડી ફિલ્મમાં ફરી એક વખત ફાતિમા સના શેખ સાથે કામ કરવાનો છે. એનું ટાઇટલ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યુ. ગયા વર્ષે આમિરની ‘લાલ સિંહ ચઢ્ઢા’ રિલીઝ થયા બાદ તેણે ઍક્ટિંગમાંથી બ્રેક લીધો છે. તે હાલમાં સ્ક્રિપ્ટ વાંચવામાં અને પોતાની પ્રોડક્શન કંપની પર ધ્યાન આપી રહ્યો છે. હવે એવું સાંભળવા મળ્યું છે કે તે તેની ‘દંગલ’ની કોસ્ટાર ફાતિમા સાથે આગામી પ્રોજેક્ટમાં જોવા મળવાનો છે. આ ફિલ્મને ‘સીક્રેટ સુપરસ્ટાર’ના ડિરેક્ટર અદ્વૈત ચંદન ડિરેક્ટ કરશે. આ એક હળવી કૉમેડી ફિલ્મ હશે અને એમાં મલ્ટિસ્ટાર પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે શરૂ કરવામાં આવશે. હાલમાં તો આમિર તેની આગામી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’માં બિઝી છે. બાદમાં તે સની દેઓલ સાથે પણ જોવા મળવાનો છે. 

ધનુષની ‘કૅપ્ટન મિલર’ બે ભાગમાં નહીં બને

તામિલ સ્ટાર ધનુષની આગામી ફિલ્મ ‘કૅપ્ટન મિલર’ને લઈને અફવા હતી 
કે એ બે ભાગમાં બનવાની છે. જોકે પ્રોડક્શન હાઉસે એ અફવાને રદિયો આપ્યો છે અને જણાવ્યું છે કે એ બે પાર્ટમાં નહીં બને. 
ફિલ્મના ડિરેક્ટર અરુણ માથેસ્વરને આ ફિલ્મને બે ભાગમાં બનાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવે તેમની ઇચ્છા એને બે પાર્ટમાં બનાવવાની નથી. 
જોકે એનું કારણ શું છે એ જાણવા નથી મળ્યું. ફિલ્મની સ્ટોરી બ્રિટિશના સમય ૧૯૩૦થી ૧૯૪૦ના દાયકાની છે. એમાં લૂંટફાટ અને શોષણને દેખાડવામાં આવશે. આ ​ફિલ્મ આ વર્ષે ૧૫ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

bollywood news entertainment news priyanka chopra