અજયના કર્જતના ફાર્મહાઉસમાં નવા વર્ષની બિગ પાર્ટી

27 December, 2012 06:21 AM IST  | 

અજયના કર્જતના ફાર્મહાઉસમાં નવા વર્ષની બિગ પાર્ટી



અજય હાલમાં સાજિદ ખાન અને પ્રકાશ ઝાની ફિલ્મો માટે કામ કરી રહ્યો છે. તાજેતરમાં ‘સન ઑફ સરદાર’ની રિલીઝ પહેલાં તેનું શેડ્યુલ ખૂબ ટાઇટ થઈ ગયું હતું. હવે ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને સારું કલેક્શન પણ થયું છે ત્યારે અજયે હેક્ટિક શેડ્યુલમાંથી થોડોક સમય ચોરીને રજાઓ માણવાનું નક્કી કર્યું છે.

ફિલ્મની સક્સેસને સ્પેશ્યલ રીતે મનાવવાની અજયની ઇચ્છા છે. તેના કર્જતના ફાર્મહાઉસ પર ફૅમિલી સાથે તે સેલિબ્રેશન કરવાના મૂડમાં છે. ફૅમિલીના કેટલાક લોકોએ તો ઑલરેડી કર્જત જઈને પાર્ટીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા વર્ષની પાર્ટી ત્યાં જ થશે અને અજય પહેલી જાન્યુઆરીએ મુંબઈ પાછો આવીને શૂટિંગમાં લાગી પડશે.