જૉન અબ્રાહમની ફિલ્મ પાગલપંતીનું નવું ટીઝર જાહેર, જોઈને આવી જશે મોજ

01 November, 2019 08:43 PM IST  |  મુંબઈ

જૉન અબ્રાહમની ફિલ્મ પાગલપંતીનું નવું ટીઝર જાહેર, જોઈને આવી જશે મોજ

પાગલપંતી માટે થઈ જાઓ તૈયાર...

ફિલ્મ પાગલપંતીનું ટ્રેલર હાલમાં જ રીલિઝ કરવામાં આવ્યું છે. જેમાં જૉન અબ્રાહમ, કૃતિ ખરબંદા, પુલકિત સમ્રાટ, ઈલિયાના ડીક્રૂઝ, ઉર્વશી રૌતેલા, અરશદ વારસી, અનિલ કપૂર મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું પહેલું ગીત તુમ પર હૈ હમ અટકે રિલીઝ કર્યા બાદ હવે તેનું બીજું ગીત તૈયાર છે. આ ગીતનું નામ ઠુમકા રાખવામાં આવ્યું છે. ફિલ્મનું પહેલું ગીત કાજોલ અને સલમાન ખાનની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાના ગીતની રિમેક હતું.


થોડી વાર પહેલા જ જૉને પોતાના ઈન્સ્ટા હેન્ડર પરથી એક ટીઝર શેર કર્યું છે જે એક પાર્ટી નંબર લાગી રહ્યું છે. ગીતમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ જોવા મળી રહી છે. ગીતને જોઈને એવું લાગે છે કે તેમાં કાંઈક નેક્સ્ટ લેવલ જોવા મળી શકે છે. આ ટ્રેકને યો યો હની સિંહે કંપોઝ કર્યું છે. સાંભળવામાં તો એવું આવ્યું છે કે જૉન અબ્રાહમ અને ઉર્વશી રૌતેલા શ્રીદેવી અને સની દેઓલની ફિલ્મ ચાલબાઝના ગીત તેરા બીમાર મેરા દિલની રિમેકમાં પણ નજર આવશે. ફિલ્મનું ટ્રેલર પર લોકોને પસંદ આવી રહ્યું છે.

ભલે ટ્રેલર એક ચેતવણી સાથે શરૂ થાય છે. જેમાં લખ્યું છે કે, 'દિમાગ ન લગાવતા, કારણ કે આ લોકોમાં નથી.' ચાહકો ટ્રેલર જોઈને ફિલ્મ હિટ હોવાનું કહી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કુમાર મંગત અને અભિષેક પાઠકે કર્યું છે. ફિલ્મ 11 નવેમ્બરે રીલિઝ થશે.

john abraham anil kapoor arshad warsi