નેટફ્લિક્સનું મેઇન ટાર્ગેટ હવે ઇન્ડિયા

07 October, 2019 09:42 AM IST  |  મુંબઈ

નેટફ્લિક્સનું મેઇન ટાર્ગેટ હવે ઇન્ડિયા

નેટફ્લિક્સ

૨૦૨૧ સુધીમાં ડિજિટલ પ્લૅટફૉર્મના વપરાશકર્તા વર્ગ આજ કરતાં અઢીગણો એટલે કે અંદાજે પાંચસો મિલ્યન લોકો સુધી પહોંચી જશે. આ સંભવિત આંકડાઓ કેન્દ્ર સરકારની બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી દ્વારા જાહેર થયા પછી નેટફ્લિક્સે પોતાનું ફોકસ ઇન્ડિયા પર કર્યું છે અને હવે એક વર્ષમાં મેક્સિમમ પ્રોજેક્ટ્સ ઇન્ડિયન લૅન્ગ્વેજમાં બનાવવાનું નક્કી કર્યું છે. અત્યારે નેટફ્લિક્સ એકસાથે નવી ચાર વેબ-સિરીઝના પ્રોડકશન પર કામ કરી રહી છે તો સાથોસાથ ત્રણ ફિલ્મ પણ બનાવી રહી છે. આ ઉપરાંત નેટફ્લિક્સ નવી ફિલ્મને ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ કરવા માટે રાઇ્ટસ લેવાની બાબતમાં પણ લિબરલ બની છે.

નેટફ્લિક્સે ઇન્ડિયામાં વ્યાપ વધારવાના હેતુથી જ કરણ જોહર અને ગોલ્ડી બહલ જેવા ખ્યાતનામ પ્રોડ્યુસર સાથે ત્રણ-ત્રણ વેબ-સિરીઝનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ બન્ને પ્રોડ્યુસરે એક વર્ષમાં ત્રણ વેબ-સિરીઝ આપવાની રહેશે. આ સિવાય પણ નેટફ્લિક્સ અત્યારે અન્ય ચાર પ્રોડકશન હાઉસ સાથે વેબ-સિરીઝ માટે ટાઇઅપ કરવા જઈ રહી છે.નેટફ્લિક્સનું પ્લાનિંગ છે કે આવતાં એક વર્ષમાં તે ઇન્ડિયન પ્લૅટફૉર્મ પર ઓછામાં ઓછી વીસ નવી વેબ-સિરીઝ અને પંદરથી વધુ એક્સક્લુઝિવ ફિલ્મ લઈ આવે.

netflix