10 February, 2019 03:05 PM IST |
સિંગર નેહા કક્કર
બોયફ્રેન્ડ હિમાંશ કોહલી સાથે બ્રેકઅપને લઈ સિંગર નેહા કક્કર ખૂબ જ ચર્ચામાં રહી હતી. એક સિંગિંગ રિયાલિટી શોમાં હિમાંશ કોહલી અને નેહા કક્કરે રિલેશનમાં હોવાની વાત સ્વીકારી હતી. બસ આ જાહેરાતના થોડા જ દિવસોમાં બંનેનું બ્રેક અપ થઈ ગયું હતું.
આ બ્રેકઅપ બાદ હવે નેહા કક્કરે કહ્યું છે કે તે બીજીવાર ક્યારેય કોઈને પ્રેમ નહીં કરે. અત્યાર સુધી નેહાએ પોતાના બ્રેકઅપ વિશે જાહેરમાં વાત નહોતી કરી. પરંતુ તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં નેહાએ કહ્યું,'હું સિંગલ છું અને ખુશ છું. હું રિલેશનશિપમાં હતી ત્યારે મારા પરિવાર મિત્રોને સમય નહોતી આપી શક્તી. પણ હવે હું પહેલા કરતા વધારે ખુશ છું.'
આ જ ઈન્ટરવ્યુમાં નેહા કક્કરે કહ્યું કે બ્રેકઅપ બાદનો સમય મારા માટે અઘરો હતો. હું ડિપ્રેશનમાં હતી, પરંતુ હવે મને લાગે છે કે સિંગલ રહેવું એ મારા જીવનનો સૌથી સારો અનુભવ છે. બ્રેકઅપ બાદ નેહા કક્કરે ઈન્સ્ટાગ્રામ પરથી હિમાંશ સાથેના બધા ફોટો ડિલીટ કરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે બ્રેક અપ બાદ નેહા કક્કડ થોડો સમય ડિપ્રેશનમાં પણ રરહી હતી. બાદમાં તેણે એક ગીત દ્વારા એક્સ બોયફ્રેન્ડને મેસેજ આપ્યો હતો. આ ગીતનો વીડિયો પણ ખાસ્સો લોકપ્રિય થયો હતો.