નેહાની વંદે ભારત એક્સપ્રેસમાં મુંબઈથી સુરતની ટ્રેન-સવારી

02 July, 2025 06:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેહાએ આ પ્રવાસના અનુભવો વ્લૉગમાં કૅપ્ચર કરીને શૅર કર્યું. આ વ્લૉગમાં વિડિયોમાં નેહા ટ્રેનમાં ચડતી વખતે ઉત્સાહથી ચમકતી જોવા મળે છે

નેહા ધુપિયાએ હાલમાં મુંબઈથી સુરત સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી

નેહા ધુપિયાએ હાલમાં મુંબઈથી સુરત સુધી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં યાત્રા કરી અને આ યાત્રાએ નેહાને તેના બાળપણની યાદ અપાવી દીધી. નેહાએ આ પ્રવાસના અનુભવો વ્લૉગમાં કૅપ્ચર કરીને શૅર કર્યું. આ વ્લૉગમાં વિડિયોમાં નેહા ટ્રેનમાં ચડતી વખતે ઉત્સાહથી ચમકતી જોવા મળે છે અને તે પોતાના બાળપણના દિવસોને યાદ કરતાં કહે છે કે ‘બાળપણમાં હું મારાં મમ્મી-પપ્પા સાથે ટ્રેનમાં મુસાફરી કરતી હતી અને આજે મને બરાબર એવું જ લાગે છે. આ યાત્રાએ ઘણી સુંદર યાદો તાજી કરી દીધી છે. આ સેવા શાનદાર હતી, યાત્રા સરળ હતી અને હું રસ્તામાં કેટલાક પ્રિય લોકોને મળી.’

neha dhupia bollywood buzz bollywood news bollywood entertainment news vande bharat